રાહુલ બાબાએ પ્રમુખ પદ છોડયું , પણ નેતાગીરી કરી બદનામી છોડી નથી શકતા

0
12

તા. ૨૪ ઓગસ્ટનાં રોજ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇસ્લામિક દેશોમાં ભારતની આણ – બાન – શાન ને વધુ ધારદાર બનાવવા યુ.એ.ઈના પ્રવાસે હતા . કાશ્મીરની ૩૭૦ ની કલમ નાબુદ કરવાના પગલાને યથાર્થ ઠેરવવા પ્રયત્નશીલ હતા . આવા સમય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કામચલાઉ પ્રમુખના પુત્ર રાહુલ ગાંધીએ પાકિસ્તાનને ભારત વિરુદ્ધ બોલવા મસાલો પૂરો પાડવા કાશ્મીરની સ્થિતિ જાણવા પ્રવાસનું આયોજન કર્યું હતું . બદનામી મળવાની હતી એ નિશ્ચિત હતું , જેથી એકલા બદનામ થવાના બદલે અન્ય વિપક્ષોના નેતા ને પણ સાથે લીધા .
ચાર્ટર્ડ પ્લેનમાં મીડીયાને ઈન્ટરવ્યું આપી બદનામી નો પ્રારંભ કર્યો . વિપક્ષની ટીમ શ્રીનગર પહોંચે તે પહેલા જ દેશની જનતાએ રાહુલબાબા ની દેશ વિરોધી -કાશ્મીર વિરોધી માનસિકતાને પીછાની લીધી . અને કોંગ્રેસને પડયા ઉપર પાટું જેવી સ્થિતિમાં મૂકી દીધાં . જોકે તેમના વિમાને ઉડાન ભરી તે દરમિયાન જ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા – સરંક્ષણ મંત્રી અરુણ જેટલીના અવસાનના સમાચાર આવ્યા . અને રાહુલ ગાંધીના નાટકની હવા નીકળી ગઈ . મીડીયાએ દિવસ દરમિયાન તેમની નોંધ શુધ્ધા ન લીધી . અને શ્રીનગર એરપોર્ટ પર ચા – કોફી પીને પરત દિલ્હી આવી ગયા .
આ સમગ્ર ઘટના અંગે કોંગ્રેસના એક નેતા સાથે વાતચીત ચાલી . નેતાએ પોતાના નેતા અંગે વધુ કંઈ બોલવાનો ઇનકાર કર્યો , અને પછી રહેવાયું નહિ , એટલે બોલી ગયા . ” આખી પાર્ટીએ તેમને મનાવ્યા હતા કે પ્રમુખ પદે ચાલુ રહો , પણ ન માન્યા . પણ વિવાદાસ્પદ સ્થિતિમાં આખા પક્ષને મુકીને નુકસાન કરવાની આદતે તેમને નેતાગીરી કરવા પ્રેર્યો . પ્રમુખ નથી રહેવું અને નેતાગીરી કરાવી છે આને બેજવાબદાર નેતા જ કહેવાયને ! કાશ્મીર મુદ્દે કોંગ્રેસે જે રુખ અપનાવી છે તેનાથી દેશભરના સીનીયરો માને છે કે જે પણ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાઈ ગયા , તેમણે ડાહપણ ભર્યું પગલું લીધું છે . અમારા મોટા મોટા નેતાઓની આવી નીતિ પછી આગામી તમામ ચુંટણીઓમાં કોંગ્રેસનો સફાયો થઇ જશે . એથી વિશેષ પણ અમારે ગુજરાત કોંગ્રેસના નેતા તરીકે જાહેર ફંકશનમાં જતા પણ શરમ અનુભવવી પડે એવી સ્થિતિમાં મૂકી દીધાં છે . ૨૦૧૯ ની ચુંટણીના પરિણામો માંથી કોઈ બોધપાઠ અમારા નેતાઓએ લીધો નથી . રાષ્ટ્રવાદ ના મુદ્દે દેશની પ્રજા કોઈ બાંધછોડ કરશે નહિ . ૩૭૦ ની કલમ એ સમગ્ર દેશવાસીઓ માટે રાષ્ટ્ર વિરોધી કલમ હતી . તેનો ગેરઉપયોગ કરીને કાશ્મીરી નેતાએ , અલગતાવાદી નેતાઓ વગેરે દેશની પ્રજામાં રોષ પેદા કર્યો હતો . વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે હિંમતપૂર્વકનું પગલું ભર્યું છે . તેની પ્રશંશા ન કરો , પણ ટીકા કરવાનો દોષ તો ન વહોરો . સાવ સીધી સાદી વાત , જે દેશભરના કોંગ્રેસીઓ સમજી શકે છે , તે અમારું હાઈ કમાંડ નથી સમજી શકતું . રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયાજી ના પુત્રના નાતે દશના કોઈ પણ ઈશ્યુ ઉપર રાહુલજી આ પ્રકારે જ હરકત કરતા રહેશે તો અમારે બહાર નીકળવાનું ભારે થઇ પડશે . પણ અમારા એક પણ નેતા સાચીવાત કરવાની હિંમત કરી શકે તેમ નથી . જેમણે હિંમત કરી છે તેમને નોટીસો મળી ચુકી છે .”
આ નેતાએ કશું નથી કહેવું એવું કહ્યા પછી આટલી વાત કરી હતી . જો તેમણે કશુંક કહેવું હોત તો બીજું ઘણુંબધું ઠાલવી દીધું હોત .
સોનાનાં ભાવ આસમાને – તો ખુશ થવું કે દુઃખી સમજાતું જ નથી
વતન ચલાલા માં વરસાદની સ્થિતિ જાણવા મિત્ર પરશોતમ પટેલને ફોન કર્યો . વાવણી , શું વાવ્યું કેવો વરસાદ , કુવામાં તળ ઊંચા આવ્યા ક નહિ વગેરે વાતો કર્યા પછી મિત્રએ અચાનક સોનાના ઉચા ગયેલા ભાવ અંગે વાત છેડી ” આ હોનુતો જુઓ ક્યા પહોચ્યું ! રોજ હાચું કું , આ સોનાના ભાવ વધે છે તેનાથી ખુશ થાવું કે દુઃખી થાવું ઈ જ હમજાતું નથી .”
મિત્રને કહ્યું કે જો તમારે ખરીદવાનું હોય તો દુઃખી થવાનું અને તમારે તો પ્રસંગો તો બધા પતિ ગયા છે . ઘરમાં જે દાગીના છે તેની કિંમતો વધી ગઈ માટે સુખી થવાનું . પ્રોપર્ટી વધી ગી .
પરશોતમભાઈ એ નવી વાત કરી ” આ બકાલાના ( શાકભાજી ) ભાવમાં બે પાંચ રૂપિયાનો વધારો થાય એટલે છાપાવાળા અને ટી.વી. વાળા સમાચાર આપે છે કે શાકભાજીના ભાવ આસમાને , ગૃહિણીઓ નાં બજેટ ખોરવાઈ ગયા . પણ હોનામાં દશ હજાર વધી ગયા , છતાં કોઈ છાપામાં – કે – ટી.વી માં એવા સમાચાર નથી આવ્યા કે કોઈ નું પણ બજેટ ખોરવાઈ ગયું હોય . અલ્યા , ખેડૂતો મહેનત કરીને પાક પકવે , અને એમાં બે પાંચ રૂપિયા વધેતો બજેટ ખોરવાઈ જાય અને ૧૫ દિવસમાં દસ હજાર વધે તોય કોઈ બહાર નીકળતું નથી કે અમારે ઘરે પ્રસંગ આવે છે , અમારું બજેટ ખોરવાઈ ગયું છે .”
મિત્રને કહ્યું કે ભાઈ સોનું કાઇ રોજ ખરીદવા જવાનું હોતું નથી , શાક – ભાજી તો રોજે રોજ ખરીદવા પડે , અથવા અઠવાડિયાનું હામટુ લાવે . અને તેમાં ભાવ વધે એટલે જે પાણી પુરીનું બજેટ રાખ્યું હોય તેને સીધી અસર થતી હોય છે . માટે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જતા હોય છે . બાકી સોનાના ભાવની કોઈ ચિંતા કરતુ નથી . જેમને રોકાણ કરવું છે તેમના માટે ગમે તે ભાવ હોય કશો ફરક પડતો નહી . ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારમાં પ્રસંગ આવે તો ઘરમાં જે દાગીના હોય છે તેમાંથી જ ભાગ પડતો હોય છે . જેથી આપણા સોનાની કિંમતમાં હરખાવું પણ નહિ અને દુઃખી પણ થવું નહિ . સમાચાર વાંચીને દેશ પ્રગતિ કરી રહ્યો છે એવું સમજીને ખુશ થવું .
મિત્રએ કહ્યું ” તારી વાત તો સાચી , પણ આ તમે બ્રમ્હાણોએ જે ગુરુ પૃષ્યામૃત યોગ કાઢયા છે ને ત્યારે અમારા ઘરવાળા સોનાની દુકાને જવાનો આગ્રહ રાખતા હોય છે . ચિંતા એટલા પુરતી જ છે .
હાસ્ય સાથે વાત પૂરી કરી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY