
નોટિંઘમ,તા.૨૨
ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં ૨૦ વર્ષના રિષભ પંતે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યુ હતું. પોતાની પ્રથમ મેચમાં જ રિષભ પંતે રેકોર્ડ બનાવ્યા છે. આ ટેસ્ટ મેચના ચોથા દિવસે રિષભ પંતે એક એવું કામ કર્યું જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કોઈ પણ વિકેટકીપર કરી શક્યું નથી.
પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં જ રિષભ પંતે તે કામ કરી બતાવ્યું છે જે ભારતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરમાં સામેલ મહેન્દ્રસિંહ ધોની પણ કરી શક્યો નથી. નોટિંઘમ ટેસ્ટના ચોથા દિવસે ઈશાંત શર્માના બોલ પર રિષભ પંતે કિટન જેનિંગ્સનો કેચ પકડીને તેને પેવેલિયન ભેગો કરી દીધો હતો.
આ સાથે જ રિષભ પોતાની ડેબ્યૂ મેચમાં વિકેટ પાછળ છ કેચ પકડનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો હતો. પંત પહેલા પોતાની ડેબ્યૂ મેચમાં પાંચ કેચ ભારતના ત્રણ વિકેટકીપરે પકડ્યા હતા પરંતુ પંતે જેનિંગ્સનો કેચ પકડી આ બધાંને પાછળ છોડી દીધા હતા.
ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ કેચ પકડનારા ભારતીય વિકેટકીપર
રિષભ પંત ફજ ઇંગ્લેન્ડ, નોટિંઘમ, ૨૦૧૮, ૬ કેચ
તમ્હાને ફજ પાકિસ્તાન, ઢાકા, ૧૯૫૫, ૫ કેચ
કિરણ મોરે ફજ ઇંગ્લેન્ડ, લોડ્ર્સ, ૧૯૮૬, ૫ કેચ
નમન ઓઝા ફજ શ્રીલંકા, કોલંબો, ૨૦૧૫, ૫ કેચ
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


