‘જન વિકાસ ઝુંબેશ’ : સીએમ દ્વારા ૭૦,૦૦૦ લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ અપાયો

0
69

આણંદ,તા.૨
ગુજરાત સરકારની સરકારી યોજનાઓનો લાભ ખંભાત તાલુકાના નાગરિકોના લાભાર્થીઓને સીધો મળી રહે તે માટે જનવિકાસ ઝુંબેશ થકી આવરીને લાભાંકિત કરાયા હતા. જેમાં સીએમ વિજય રૂપાણી દ્વારા ૭૦,૦૦૦ જેટલા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાનો લાભ સરળતાથી મળી શકે તે માટે રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા જનવિકાસના લાભ નાગરિકો સુધી ઝુંબેશ રૂપે પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી. જેને તત્કાલીન કલેક્ટર દિલીપ રાણા દ્વારા મહત્વ આપીને તારાપુર તથા ખંભાત તાલુકાના છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવાની ચળવળને ઝુંબેશ રૂપે શરૂ કારવામા આવી હતી. જેમાં તારાપુર બાદ ખંભાત તાલુકાના ૭૦,૦૦૦ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર દરેક નાગરિકોની ચિંતા કરે છે. તે માટે જનવિકાસના લાભોને ઝુંબેશ સ્વરૂપે સીધો નાગરિકો સુધી પહોંચાડી શકે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વિકાસની ઝુંબેશમાં ઉત્સાહ પૂર્વક કામ કરવા માટે મુખ્યપ્રધાન દ્વારા જિલ્લા વહીવટી તંત્ર અને માઈક્રો લેવલે જનજાગૃતિ લાવવા માંટે ખંભાત તાલુકાના તલાટીઓ અને સરપંચોનો આભાર માન્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY