બંગાળમાં ફરજ બજાવતા શહીદ જવાનની માદરે વતનમાં સન્માનપૂર્વક અંતિમવિધી

0
29

પાલનપુર,તા.૨
બંગાળમાં ફરજ બજાવતા બજાવતા શહીદ થનાર વીર સરદારભાઈ બોકાને પોતાના માદરે વતન પાલનપુરમાં પુરા માન સન્માનથી લવાયા હતા અને દાંતિવાડા બટાલિયન દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરી તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ગામ શોક મગ્ન થઈ ગયુ હતુ.
બંગાળમાં ફરજ ઉપર શહીદ થયેલા જવાનના પાર્થિવ દેહને માદરે વતન પાલનપુર લાવવામાં આવ્યો હતો જ્યાં પરિવાર સાથે ગામ ગમગીન થઈ ગયું હતુ. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપી ધામધૂમથી એક વીરને સાજે એ રીતે અંતિમવિધી કરવામાં આવી હતી.
ગુરૂવારે વહેલી સવારે પાલનપુરના ખોડલા ગામના સરદારભાઈ બોકા શહીદ થયા હતા. બંગાળમાં ફરજ બજાવતા આ જવાનનો પાર્થિવદેહ આજે વહેલી સવારે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમવિધી કરવા માટે તેમનો પાર્થિવ દેહ પાલનપુર લઈ જવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY