
લોર્ડસમાં ઇતિહાસ રચવા તૈયાર જેમ્સ એન્ડરસન, એક વિકેટથી બનશે મહાન બોલર
લોડ્ર્સ,તા.૧૧
લોર્ડસ ટેસ્ટના બીજા દિવસે રમત પૂર્ણ થતા ટીમ ઈન્ડિયા ૩૫.૨ ઓવરમાં ૧૦૭ રનામા આૅલઆઉટ થઇ ગઇ. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધારે ૨૯ રન આર. અશ્વિને બનાવ્યા. ત્યાં જ ઇંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસનએ ૧૩.૨ ઓવરમાં ૨૦ રપન આપીને સૌથી વધારે ૫ વિકેટો લીધી.
આ સાથે જ જેમ્સ એન્ડરસન લોર્ડસના મેદાન પર ઇતિહાસ રચવાની ખુબ જ નજીક પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયા વિરૂદ્ધ પાંચ વિકેટો ઝાટક્તા જ ક્રિકેટના મક્કા લોર્ડસમાં એન્ડરસનનાં વિકેટોની સંખ્યા ૯૯ થઇ ગઇ છે. હવે એક વિકેટ લેતા જ તે આ મેદાન પર વિકેટોની સદી બનાવનાર પ્રથમ ખેલાડી બની જશે.
લોર્ડસમાં એન્ડરસનએ અત્યાર સુધીમાં કુલ ૨૩ મેચોમાં ૪૪ ઇનિંગમાં બોલિંગ કરતા ૯૯ વિકેટો લીધી છે. બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ઇશાંત શર્માની વિકેટ લેતા જ તેણે પોતાની ૯૯ વિકેટો પૂર્ણ કરી. આવમાં જો ટીમ ઇન્ડિયા સામે બીજી ટેસ્ટમાં તે એક વિકેટ લેવામાં સફળ થાય છે તો તે આ મેદાન પર ૧૦૦ વિકેટો લેનાર પ્રથમ ખેલાડી બની જશે.
આ મામલામાં જેમ્સ એન્ડરસન બાદ તેનો જોડીદાર સ્ટુઅર્ટ બ્રાડ છે. બ્રાડ એ અત્યાર સુધીમાં ૨૧ મેચોમાં ૭૯ વિકેટો લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેવામાં તે જેમ્સ એન્ડરસન પાંચમા સ્થાને છે. તેના નામે ૧૪૦ ટેસ્ટમાં ૫૪૯ વિકેટ છે.
૩૬ વર્ષના આ ફાસ્ટ બોલરે કહ્યું કે હજુ પણ તે ફિટ છે જેને કારણે તે સારી બોલિંગ કરી રહ્યો છે, તેને કહ્યું કે શરીર જો સાથ આપતુ રહ્યું તો લાંબા સમય સુધી રમવાનું ચાલુ રાખશે. એન્ડરસને કહ્યું, ‘હું ૨૮ કે ૩૨ વર્ષનો નથી પરંતુ ખુદને મોટી ઉંમરનો પણ નથી ગણતો, મને લાગે છે કે હું પોતાની ટીમમાં હજુ પણ ઘણુ યોગદાન આપી શકુ છું.’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
—
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


