ભારત દ્વારા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસી જઇને મોટી સંખ્યામાં ત્રાસવાદી અડ્ડાને ફુંકી મારવામાં આવ્યા હતા.
મોટી સંખ્યામાં ત્રાસવાદીઓનો ખાતમો પણ બોલાવી દેવામાં આવ્યો હતો. જા કે એક સફળ સર્જકલ સ્ટ્રાઇકમાં જે રીતે પ્રભાવ દુશ્મન દેશ પર વધારે થાય છે તે રીતે પાકિસ્તાનને થયુ નથી. કારણ કે પાકિસ્તાની ત્રાસવાદીઓએ સર્જિકલ સ્ટ્રાઇકના ત્રણ દિવસ બાદ બારામુલ્લામાં હુમલો કર્યો હતો. પાકિસ્તાની સેના દ્વારા પણ કેટલીક વખત ગોળીબાર કરીને ભારતને હેરાન કરવાના પ્રયાસ કરનામાં આવી રહ્યા છે. આજે પણ પાકિસ્તાનમાં કુખ્યાત ત્રાસવાદી લીડરો સ્વતંત્ર રીતે ફરી છે. તેમને કોઇ રોકનાર નથી.
આજે પણ પાકિસ્તાની પંજાબના જાકીઉર રહેમાન લખવી અને સૈયદ સલાઉદ્દીન પાકિસ્તાનમાં આરામથી દિવસો ગાળી રહ્યા છે. તેમના પર કોઇ નિયંત્રણ નથી. જા કે જાણકાર લોકો કહે છે કે તેમને કોઇ એક જગ્યાએ એક સાથે એક સમય પર દબોચી લેવાની બાબત અશક્ય નથી. પાકિસ્તાની ત્રાસવાદી અડ્ડા પર સીધી રીતે હુમલા કરવામાં આવી શકે છે. તેમની ગતિવિધીઓ વધારે ખર્ચાલ બને તે જરૂરી છે. ભારતીય સેનાના જવાનોને સરહદ પાર કરીને સાહસ કરવાની કોઇ જરૂર નથી. કારણ કે ભારતીય સેના પાસે સટીક મિસાઇલો રહેલી છે.
ભારતીય સેના ત્રાસવાદી અડ્ડા પર મિસાઇલો ઝીંકીને ત્રાસવાદીઓનો સફાયો કરી શકે છે. ત્રાસવાદીઓ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં મોટા પાયે સક્રિય થઇ ગયા છે. ભારતીય સુરક્ષા દળો સામે હમેંસા ત્રાસવાદીઓ મુશ્કેલી ઉભી કરે છે. આવી સ્થતિમાં ત્રાસવાદીઓ ત્રાટકે તે પહેલાજ તેમના રાદા પર પાણી ફેરવી દેવાની જરૂર દેખાઇ રહી છે. ત્રાસવાદીઓનો ખાતમો પાકિસ્તાનમાં ઘુસ્યા વગર પણ કરવામાં આવી શકે છે. આના માટે કુશળ અને આધુનિક મિસાઇલોનો ઉપયોગ કરી શકાય છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



