અંજાર,તા.૧૬
મુન્દ્રા-અંજાર રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે ૨ યુવાનના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા અને અન્ય એક યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માત ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મુન્દ્રા-અંજાર હાઇવેનાં વવાર પાટિયા પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો હતો . જેમા ૨ યુવકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. ત્યાં જ એક અન્ય યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને મુન્દ્રાની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
ઘટનાનાં પગલે મુન્દ્રા-અંજાર હાઇવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી. જોકે, પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અને કાર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


