સુરત,તા.૧૬
પાલનપુર પાટીયા નજીકથી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની નંબર પ્લેટ વગરની કારમાં આવેલા નકલી જીએસટી અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. નકલી જીએસટી અધિકારી બનીને રૂપિયાની માંગણી કરતો હતો. જોકે, નકલી હોવાની જાણ પોલીસને કરવામાં આવતા ધરપકડ કરવામાં આવી છે.
રાંદેરમાં પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારને એક જીએસટી અધિકારી દ્વારા ધમકાવવામાં આવ્યો હતો. અને કેસ ન કરવાના ૧.૦૫ લાખની માંગણી કરી હતી. જીએસટી અધિકારી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની નંબર પ્લેટ વગરની કારમાં આવતા દુકાનદારને શંકા ગઈ હતી. જેથી રાંદેર પોલીસને જાણ કરી દીધી હતી. દરમિયાન પોલીસે તપાસ કરી નકલી જીએસટી અધિકારીને પાલનપુર પાટીયા નજીકથી ઝડપી પાડયો હતો. હાલ પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


