સુરત, તા. ૧૭
અંકલેશ્વર હાઈવે પર શુક્રવારની મોડી રાત્રિએ નર્મદા ગેટ હોટલ પાસે કોઇ અજાણ્યા વાહનની પાછળ ધસમસતી કાર ભટકાતા બે મુસ્લિમ ધર્મગુરૂઅોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતાં.
પ્રાપ્ïત વિગત અનુસાર અંકલેશ્વર મદરેસા હઝરત મૌલાના મુસા માંકરોડ પુત્ર મૌલાના ઈસ્માઈલ માંકરોડ તથા અન્ય ધર્મગુરૂ મૌલાના આસિફ આછોડ મદરેસના કામ માટે રાજસ્થાન ગયા હતાં તેઅો શુક્રવારની મોડી રાત્રે રાજસ્થાનથી પરïત આવી રહ્ના હતાં ત્યારે અંકલેશ્વર હાઈવે પર હોટલ નર્મદા ગેટ પાસે તેમની ધસમસતી કાર નંબર જીજે-૧૬-બીએન-૪૪૨૮ આગળના કોઈક અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી જારદાર હતી કે આખું બોનેટ પાછળ સુધી આવી પહોચ્યું હતું. આ કમકમાટી ભયા* અકસ્માતમાં બંને ધર્મગુરૂઅોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં. બનાવની જાણ કરાતાં અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળ દોડી ગયો હતો. ગાડીના પતરા કાપીને બેથ મૃતદેહો બહાર કઢાયા હતાં શહેર પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાન મદરેસાના કામ અર્થે ગયેલા બે ધર્મગુરૂઅોના મૃત્યુની ઘટનાથી જિલ્લાભરમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. બેથ ધર્મગુરૂઅોની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયા હતાં.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




