ડાયમંડ અને એસ્ટેટના ધંધાના બહાને ટોળકી દ્વારા રૂ. ૪૦.૩૫ લાખની ઠગાઈ

0
6

 

સુરત, તા. ૧૭
ડાયમંડ જ્વેલરી અને એસ્ટેટના ધંધો કરવાની લાલચ-આપી રૂપિયા ૪૦.૩૫ લાખની ઠગાઈ કરનાર મહિલા સહિતની ટોળકી સામે હજીરા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી.
હજીરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હજીરા રોડ નંદ નિકેતન ટાઉનશિપમાં રહેતા નંદલાલ પ્રેમચંદ ગોયલે આરોપી મેનેજર-શરીન, શિવાની, લવીના, સીમા ભાર્ગવ, આરાધ્યા ૧૯ બેન્ક એકાઉન્ટ ધારકો સુનીતા, હરિશ અરોરી, એહમદ ઉલ્લા, અમિત કોહલી, અનિતા, અરૂણ સિંગï, કુલદીપસિંગ, નરેન્દ્ર શર્મા, નવી દલાલ, નીશુïઅબા રોય, રાહુલ શર્મા, સંજીવકુમાર, રાજુશર્મા, રામચંદ્ર શર્મા, એસોસીએટ, સુનિતા હરિશ, સુરેશ શર્મા, વીકી સિંગ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી ડાયમંડ જ્વેલરી, એસ્ટેટ બિઝનેસ કરવાની લાલચ આપી જુદા-જુદા બેન્ક ધારકોના એકાઉન્ટમાં રૂપિયા ૪૦,૩૫,૬૫૬ની રકમ મેળવ્યા બાદ આરોપીઅોએ નફાનો ભાગ અથવા મૂળ રકમ પરત નહીં કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. બનાવ અંગે હજીરા પોલીસે ફરિયાદ નોîધી પો.ઈ. ડી.એસ. બારોટે તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY