અંકલેશ્વર પી.પી. સવાણી સ્કૂલમાં ભાષા સજ્જતા સેમિનાર યોજાયો

0
57

ગુજરાતી અને અંગ્રેજીના નિયમોની જાણકારી આપતા રાજેષ ધામિલીયા
અંકલેશ્વર, તા.૨૦
અંકલેશ્વરમાં આવેલી પી.પી.સવાણી સ્કૂલ- ધોરણ ૬ થી ૯ના વિદ્યાર્થીઓ માટે “ભાષા સજ્જતા” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ ગોસ્વામીએ માર્ગદર્શક શ્રી રાજેશભાઈ ધામેલિયાનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે, આપણે અજાણતા અનેક શબ્દોની જોડણી ખોટી લખતા હોઈએ છીએ. આજે શ્રી રાજેશભાઈ ધામેલિયા પાસેથી જોડણી અંગે ઘણું શીખવા મળશે.
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “ આપણે અંગ્રેજીની ખોટી જોડણી ચલાવી લેતા નથી. સાચો સ્પેલિંગ શીખવા માટે એક જ સ્પેલિંગ અનેક્વાર લખીએ છીએ. અંગ્રેજી ભાષા શીખવા આપણે ઘણી કાળજી રાખીએ છીએ, તેના પ્રમાણમાં ગુજરાતી શીખવામાં થોડી પણ કાળજી રાખવામાં આવે તો આપણે ખૂબ શુદ્ધ લખાણ લખી માતૃભાષાનું ગૌરવ વધારી શકીએ અને પરીક્ષામાં વધુ સારા ગુણ પણ મેળવી શકીએ.
આ સેમિનારમાં ગુજરાતી- અંગ્રેજીમાં સમાન રહેલા નિયમો વિશે જાણકારી આપવામાં આવી. અને ગુજરાતી જોડણીના એવા નિયમો શીખવવામાં આવ્યા કે જેથી હજારો શબ્દોની સાચી જોડણી લખી શકીએ.
વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષામાં સાચી જોડણી ખૂબ સહેલાઈથી કેવી રીતે યાદ રાખવી તે જાણવા મળ્યું છે. અમે જોડણીના નિયમો શીખીને- યાદ રાખીને હંમેશા સાચું લખવા પ્રયત્નો કરીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY