ચાલુ રીક્ષાએ સ્ટંટ કરતા ડ્રાઈવરની પોલીસે કરી અટકાયત

0
6

ભરૂચ,તા.૨૨
તાજેતરમાં ભરૂચના રિક્ષાવાળા કાકાનો રિક્ષા ચલાવતો વીડિયો ભારે વાયરલ થયો હતો. રિક્ષા ચાલકને ચાલુ રિક્ષાએ સ્ટન્ટ કરવો ભારે પડ્યો હતો. મુસાફરોની સેફ્ટીને ધ્યાનમાં રાખીને ઘટનાને ગંભીરતાથી લઇને પોલીસે સ્ટંટ કરનાર રિક્ષા ચાલકની અટકાયત કરવામાં આવી છે. સોશિલય મીડિયા ઉપર આ વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી હાથધરી છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ભરૂચ શહેર અને જિલ્લામાં થોડા સમયથી એક રિક્ષા નંબર જીજે-૧૬, વાય- ૬૨૮૩નાં ચાલકનો ચાલુ રિક્ષાએ સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો પોલીસ સુધી પહોંચતાં તેની ખરાઈ કરવામાં આવી હતી. જેની પોલીસે તપાસ કરતાં આ રીક્ષા ચાલક સબરી મુબારક ઈસ્માઈલ હોવાનું અને મદિના પાર્ક વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. જેની પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ શહેર ટ્રાફિક પોલીસનાં પી.એસ.આઇ વિપુલ ગારગિયાએ આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાંક સમયથી એક રીક્ષા ચાલકનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. જેની તપાસ કરતાં આ વીડિયો ભરૂચનો જ હોવાનું જણાતા રીક્ષા ચાલકની ઓળખ કરી તેની આજરોજ અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે આગળની તપાસ ચાલુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY