લોકસભા ચૂંટણી દરિમયાન સુરતમાં હિથયારબંધી અમલી

0
15

સુરત મદદનીશ પોલીસ કિમશનરનું જાહેરનામું
સુરત, તા.૨૦
ભારતીય ચુંટણી પંચ દ્વારા આગામી સમયમાં યોજાનાર લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૯ને ધ્યાને લેતા સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશનરશ્રી પી.એલ.ચૌધરી(વિશેષ શાખા)એ એક જાહેરનામા દ્વારા સુરત પોલીસ કમિશનરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર અધિનિયમની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર ધારણ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોઈ પણ વ્યકિતએ હથિયાર ધારણ કરવું નહી અથવા આવા હથિયાર સાથે હરવુ ફરવું નહી. સુરત શહેર વિસ્તારમાં બહારથી મેળવેલા કે શહેરમાંથી મેળવેલા પરવાના ધારણ કરનારાઓએ પણ હથિયાર ધારણ કરવું કે જાહેરમાં હરવું ફરવું નહી.
આ જાહેરનામું ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં. તેમજ નેશનલ રાયફલ એસોસીયેશનના રમતવીરોને હુકમ લાગુ પડશે નહી. આ ઉપરાંત હિરાની ફેકટરીઓ તથા સોનચાંદીની દુકાનોમાં સલામતીની ફરજ બજાવતા ગાર્ડને કામકાજના સમય દરમિયાન હથિયાર સુરક્ષા અર્થે રાખી શકશે. જાહેરનામું તા.૧૨/૫/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. હુકમનો ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY