અંકલેશ્વરમાં ખખડધજ મકાનો ઉતારી લેવા નગરપાલિકાની નોટિસ

0
3

૩૦ જેટલી જોખમી મિલ્કતો અંગે માલિકોને નોટિસો ફટકારાઈ
અંકલેશ્વર, તા.૪

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં આવેલી ૩૦ ઉપરાંત ખખડધજ મકાનો ના માલિકો ને પોતાના મકાન ના જોખમી ભાગ ને ઉતારી લેવા અંગે નોટીસ ફટકારવામાં આવી હતી જેના કારણે ખખડધજ મકાનો ના માલિકો માં ફફડાટ ફેલાયો હતો.
શહેરના ચૌટાબજાર શાકભાજી માર્કેટ નાકા પાસે ગત મંગળવારે એક મકાન ની ધાબા નો કેટલોક ભાગ એકાએક તુટી પડતા એક મહીલા નું મોત અને અન્ય પાંચ ને ઇજા પહોંચી હતી જેના પગલે નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસ માં ૩૦ ઉપરાંત મકાન માલિકો ને નોટીસ ફટકારવામાં આવી હતી અને તેમના મકાન નો ધાબાં, પછેટી, અગાશી નો જોખમી ભાગ તાત્કાલિક અસરથી ઉતારી લેવો .આ અંગે નગરપાલિકા બાંધકામ વિભાગ ના અઘિકારી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં ૩૦ મકાન માલિકોને નોટીસ ફટકારવામાં આવી છે અને સર્વે ની કામગીરી ચાલી રહી જે પછી બીજા મકાન માલિકોને નોટીસ ફટકારવામાં આવશે અને મકાન માલિક સ્વખર્ચે પોતાના મકાન નો જોખમી ભાગ ને ઉતારી લેવા માં ચૂંક કરશે તો નગરપાલિકા મકાન માલિક ના ખર્ચ ને જોખમે જોખમી ભાગ ઉતારશે. નગરપાલિકા સતાધીશો દ્વારા મકાન માલિકોને નોટીસ ફટકારવામાં આવતા મકાન માલિકો માં ફફડાટ ફેલાયો છે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY