સુરત એકેડેમિક એસો.ના પ્રમુખ તરીકે દિલીપભાઈ બુહાની વરણી

0
5

મંત્રી તરીકે અરૂણભાઈ મોદી સર્વાનુમતે ચૂંટાયા
સુરત, તા.૪

તારીખ ૧લી મે ના રોજ લીઓ સ્કૂલ પર સુરત એકેડેમિક એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા પ્રમુખ ભાલચંદ્ર દેશપાંડે અને મંત્રી મુકેશ પરમારની અધ્યક્ષતા હેઠળ યોજવામાં આવી હતી. આ પ્રસંગે વાર્ષિક સ્મ્રુતિ અંકનું વિમોચન શ્રી કાનજીભાઈ ભાલાળા હસ્તે કરવામાં આવ્યું હતું. વાર્ષિક હિસાબોની રજૂઆત શ્રી નટુભાઈ કારીઆ દ્વારા કરાઈ હતી અને સુરત એકેડેમિક એસોસિએશનના નવા પ્રમુખ તરીકે શ્રી દિલીપભાઈ બુહા અને મંત્રી તરીકે શ્રી અરૂણભાઈ મોદીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ તબક્કે સ્થાપક પ્રમુખ શ્રી યશવંતભાઈ વ્યાસ, શ્રી હિતેન્દ્રભાઈ ચૂડાવાલા, શ્રી જયસુખભાઈ કથીરીઆ, શ્રી શૈલેષભાઈ જરીવાળા અને કમિટીના સૌ સભ્યો તેમજ સામાન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY