અખાત્રીજ નિમિત્તે સુરત જિલ્લામાં બાળલગ્ન અટકાવવા ઝુંબેશ શરૂ

0
6

બાળલગ્ન કરાવનાર માતા-પિતા અને આયોજકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે
સુરત, તા.૪

હિંદુ પરંપરા મુજબ “અક્ષય તૃતીયા (અખાત્રીજ) નિમિત્તે મોટા પ્રમાણમાં લગ્ન સમારોહ યોજાય છે. ઘણા જાતિ સમુદાયોમાં સગીર છોકરા/છોકરીઓના લગ્ન અખાત્રીજના દિવસે કરવાના રિવાજ પ્રચલિત છે. આગામી તા.૦૭/૦૫/૨૦૧૯ ના રોજ “અક્ષયતૃતિયા” (અખાત્રીજ) નિમિત્તે સુરત જિલ્લામાં બાળલગ્નો થવાની સંભાવના છે. બાળ લગ્ન પ્રતિબંધક ધારો-૨૦૦૬ મુજબ જો પુરૂષની ૨૧ વર્ષ ની ઉંમર પુરી ન થઇ હોઈ, તેમજ સ્ત્રીની ૧૮ વર્ષની ઉમર પુરી ન થઇ હોય તો નિર્ધારિત વય ન ધરાવતાં યુગલો વચ્ચે થતાં લગ્નને ‘બાળલગ્ન’ કહેવામાં આવે છે.
તા.૦૭મી ના રોજ વહિવટીતંત્ર દ્વારા જિલ્લામાં યોજાતા બાળલગ્નો અટકાવવા અને તેનાથી થતી દૂરગામી અસરોથી બચવા માટે જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર, પોલીસ અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ વગેરેને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સાથે સંકલન કરી બાળલગ્ન પ્રતિબંધક ધારો-૨૦૦૬ ના અમલીકરણ માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરીને બાળલગ્ન કરાવનાર, લગ્નમાં ભાગ લેનાર તમામ, સંચાલન કરનાર, મદદગારી કરનાર, બાળકના વાલી, લગ્નના આયોજકો, લગ્નવિધિ કરાવનાર મંડપ ડેકોરેશન, કેટરીંગ વગેરે સામે સખ્ત કાયદાકીય પગલા ભરાશે. જેમાં બે વર્ષ સુધીની સખત કેદ અને એક લાખ સુધીના દંડની જોગવાઈ છે. બાળ લગ્ન અંગેની જાણકારી આપવા તેમજ જરૂરી વિગતો માટે કચેરીના ફોન નં.-૦૨૬૧-૨૬૫૧૪૫૨/૨૬૫૨૪૬૭, શ્રી એલ.બી.પટેલ (મો.૯૭૨૪૨૬૭૩૮૦), શ્રી જે.એમ.ઠાકોર, જિ.બા.સુ.અધિ. (મો.૯૯૯૮૧૯૬૪૦૩), શ્રી પામેશ સી. મહેતા, સુ.અધિ.બિ.સં.સંભાળ, (મો. ૮૧૪૧૯૭૪૫૦૮), શ્રી કલ્પેશ ડાંગર લીગલ-કમ-પ્રોબેશન અધિ. (મો.૯૯૧૩૪૪૩૩૦૭) ઉપરાંત ચાઇલ્ડ લાઇન નં.૧૦૯૮, પોલીસ નં.-૧૦૦, મહિલા હેલ્પલાઇન નં.-૧૮૧ ઉપર સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા એકમની યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY