અપરાધિક રેકોર્ડ ધરાવનારને ટિકિટ

0
57

કર્ણાટકમાં આવતીકાલે મતદાન યોજાનાર છે જેને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં રહેલા ઉમેદવારોના ટ્રેક રેકોર્ડ પર નજર કરવામાં આવે તો જાણી શકાય છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર ભ્રષ્ટાચારને લઇને આક્ષેપો કરવામાં આવે છે. પોત પોતાની છાપ સારા લોકો માટેની છે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ બન્ને પાર્ટીઓ દ્વારા જે રીતે મોટા પ્રમાણમાં અપરાધિક ટ્રેક રેકોર્ડ ધરાવતા નેતાઓને ટિકિટ આપીછે તે જાતા જાણી શકાય છે કે રાજનીતિમાંથી અપરાધીઓને દુર કરવામાં તેમને કોઇ રસ નથી. માત્ર ચૂંટણી જીતવામાં પણ તમામ રાજકીય પક્ષોને રસ છે. ગંભીર પ્રકારના ગુનાઓ ધરાવતા નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. માત્ર ભાજપ અને કોંગ્રેસ જ નહી બલ્કે અન્ય પાર્ટીઓ પણ મોટી સંખ્યામાં અપરાધિક છાપ ધરાવતા સભ્યોને ટિકિટ આપી દીધી છે. ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ અને અન્ય સંબંધિત સંસ્થાઓ દ્વારા વારંવાર રાજનીતિમાંથી અપરાધિકરણને રોકવા માટે વાત કરવામાં આવે છે પરંતુ રાજકીય પક્ષોની ઇચ્છાશÂક્ત દેખાતી નથી. તેમની ચૂંટણી જીતવા માટેની એકમાત્ર રણનિતીના કારણે રાજનિતીમાં મોટી સંખ્યામાં અપરાધીઓ ઘુસી રહ્યા છે. પહેલાથી જ દેશની રાજનીતિમાં અપરાધીઓ રહ્યા છે. સજા પામેલાને ગેરલાયક જાહેર કરવાની જાગવાઇ કરવામાં આવી છે પરંતુ રાજનીતિમાં અપરાધીઓના પ્રવેશને રોકવા માટે ટિકિટ જ ન આપવામાં આવે તો વધારે ફાયદો થઇ શકે છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં અપરાધિક ટ્રેક રેકોર્ડ ધરાવતા સભ્યોની વાત કરતાવામાં આવે તો ચિત્ર વધારે સ્પષ્ટ થઇ જાય છે. કર્ણાટક ચૂંટણીમાં ૩૯૧ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે. ભાજપના ઉમેદવારોની સામે સૌથી વધારે કેસ છે. ભાજપના ૨૨૪ ઉમેદવારો પૈકીના ૮૩ ઉમેદવારો અથવા તો ૩૭ ટકા ઉમેદવારો કેટલાક અપરાધિક કેસમાં સંડોવાયેલા રહ્યા છે.
ભાજપ બાદ બીજા સ્થાન પર કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે ૨૨૦ ઉમેદવારો પૈકી ૫૯ એવા નેતાઓને ટિકિટ આપી છે જેમની સામે અપરાધિક કેસ રહેલા છે. કોંગ્રેસના ૫૯ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે. બીજી બાજુ જેડીએસના ૧૯૯ પૈકી ૪૧ સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. ચૂંટણી સાથે જાડાયેલા આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીની તુલનામાં વર્ષ ૨૦૧૮માં અપરાધિક મામલામાં ફસાયેલા ઉમેદવારોની સંખ્યા ૩૩૪થી વધીને ૩૯૧ થઇ ગઇ છે. એડીઆર દ્વારા કરવામાં આવેલા મુલ્યાંકનની બાબત ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ પર આધારિત છે. જેમાં ૨૫૬૦ ઉમેદવારો પૈકી ૩૯૧ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે.ગંભીર મામલાનો સામનો કરતા ઉમેદવારોની સંખ્યા વર્ષ ૨૦૧૩માં ૧૯૫ હતી જે આ વખતે ૨૫૪ થઇ ગઇ છે. ચાર ઉમેદવારોની સામે હત્યાના કેસ રહેલા છે. કર્ણાટકની ગરમી હાલ રહેલી છે.કોંગ્રેસના ૩૨ એટલે કે ૧૫ ટકા તથા જેડીએસના ૨૯ અથવા તો ૧૫ ટકા ઉમેદવારો ગંભીર અપરાધિક મામલાઓનો સામનો કરી રહ્યા છે. ગંભીર મામલાઓનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંખ્યા પણ ૨૦૧૩માં ૧૯૫ હતી જે વધીને હવે ૨૫૪ થઇ ગઇ છે. ચાર ઉમેદવારની સામે હત્યાના કેસ રહેલા છે. ૨૫ ઉમેદવારની સામે હત્યાના પ્રયાસના કેસ રહેલા છે. ૨૩ ઉમેદવાર મહિલાઓની સામે અપરાધમાં ફસાયેલા છે.કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી હતી. જા કે મુખ્ય મુદ્દા પર બન્ને પાર્ટી દ્વારા કોઇ વાત કરવામાં આવી ન હતી. એકબાજુ મોંઘવારી, બેરોજગારી અને અન્ય ખેડુતોના પ્રશ્ન પર કોઇ રાજકીય પક્ષે ચર્ચા કરી ન હતી. વિકાસના મુદ્દા પર કોઇ વાત થઇ ન હતી. અપરાધને રોકવા માટે પણ કોઇ પણ પાર્ટીએ તેમની ભાવિ યોજના જાહેર કરી ન હતી. કારણ કે આ મુદ્દે બંન્ને પાર્ટી ખરાબ હાલતમાં હતી. બન્ને પાર્ટીએ મોટી સંખ્યામાં ખરાબ ટ્રેક રેકોર્ડ ધરાવતા સભ્યોને મેદાનમાં ઉતારી દીધા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY