કેન્સર સેલ જીવિત રહી શકશે

0
77

અમેરિકાના વૈજ્ઞાનિકોએ કેન્સરની સારવારમાં એક અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી દીધી છે. અમેરિકાના સંશોધકો અને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કેન્સરના સેલને લેબમાં જીવીત રાખી શકાય છે. આ શોધથી એવી નવી આશા જાગી છે કે આવનાર સમયમાં તબીબો જીવલેણ કેન્સરની સારવાર વધુ સરળ અને અસરકારક રીતે કરી શકશે. આ શોધથી એવી બાબત પણ સાબિત થઈ છે કે આવનાર સમયમાં તબીબો પહેલાં વેબમાં વ્યÂક્તના પોતાના ટ્યુમર સેલ ઉપર કેન્સરની દવાઓના ટેસ્ટ કરી શકશે. ત્યારબાદ કામચલાઉ થેરાપી સાથે દર્દીને સારવાર આપવાની પ્રક્રિયા શરૂ થશે. વૈજ્ઞાનિકોની આ સફળતાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. કારણ કે હજુ સુધી વૈજ્ઞાનિકો લેબમાં લાંબા સમય સુધી કેન્સરના સેલને જીવીત રાખવામાં સફળ રહ્યા ન હતા. તબીબોનું કહેવું છે કે રોગની સારવાર માટે નવી આશા જાગી છે. તબીબો વ્યÂક્તના પોતાના ટ્યુમર સેલ ઉપર દવાના પરીક્ષણ બાદ જા સારવાર શરૂ કરશે તો વધારે ફાયદો થશે તેમ પણ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના લોમ્બાર્ડી કમ્પ્રેહેન્સીવ કેન્સર સેન્ટરના પેથોલોજી વિભાગના ચેરમેને કહ્યું છે કે આ નવી શોધ ઉપયોગી સાબિત થશે. તેમના પોતાના ટિસ્યુથી જ થેરાપી શરૂ થશે. ખાસ દર્દીમાંથી સામાન્ય ટિસ્યુ અને ટ્યુમર ટિસ્યુ મેળવવામાં આવશે અને ત્યારબાદ થેરાપી હાથ ધરવામાં આવશે. અમેરિકન જનરલ ઓફ પેથોલોજીના એડીશનમાં આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY