ભુજ,તા.૧૭
અંજારના યુવાનનું જી.કે.જનરલ હોસ્પિટલમાં સામાન્ય કહી શકાય તેવા એપેન્ડિક્સના ઓપરેશન થયા બાદજ ગણતરીના કલાકોમાં જ મોત નીપજ્યું હતું. મૃતક દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવી તબીબ બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.
મળતી વિગત પ્રમાણે અંડાગના રવીન્દ્ર જયંતીલાલ જેઠવાએ એપેન્ડિક્સનો દુખાવો ઉપડતા તેને ત્રણ દિવસ પૂર્વ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જયાં સવારે તેનું ઓપરેશન કરાયું હતું. એક કલાક સુધી ચાલેલા ઓપરેશન કરવામાં આવ્યું હતું.
એક કલાક ચાલેલા ઓપરેશન બાદ દર્દીનુ અચાનક બ્લડ પ્રેશર ડાઉન થઇ જતાં તેની સ્થિતિ નાજુક થઇ ગયા બાદ ગણતરીના કલાકોમાં જ તેનું મોત નીપજયું હતું. યુવાનનાં મોતની ઘટના બાદ પરિવારજનોએ તબીબોએ ઓપરેશનમાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરી લાશ સ્વીકારવાની ના પાડી હોબાળો કરી દીધો હતો અને મૃતક યુવાનનું જામનગર પોસ્ટમોર્ટમ કરાવવાની માંગણી કરી હતી.
પરિસ્થિતિ સમજી ગયેલા હોસ્પિટલના અધીક્ષક ડા.ભાદરકાએ પરિવારજનોને શાંત પાડવાનો પ્રયાસ કરી પોલીસ સ્તરેથી મૃતકનું પોસ્ટમોર્ટમ જામનગર કરવામાં આવે તો અમોને કોઇ વાંધો ન હોવાનું જણાવ્યું હતું.
ડા. ભાદરકાએ તબીબીની ઓપરેશનમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપને નકાર્યા હતા. આ અગાઉ બીજા એક દર્દીનું પણ એપેન્ડિક્સના ઓપરેશન બાદ મોત નીપજ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




