નિર્ભયા ફંડ હેઠળ બનેલી એમ્પાવર્ડ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય
અમદાવાદ,તા.૧૭
દેશભરમાં મહિલાઓ સાથે દુષ્કર્મ કેસ મામલે મહત્વનો નિર્ણય લેવાયો છે. નિર્ભયા ફંડ હેઠળ બનેલી એમ્પાવર્ડ કમિટી દ્વારા નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત દેશભરમાં ૧,૦૨૩ સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા મંજૂરી અપાઇ છે. દુષ્કર્મ, પોક્સો હેઠળના પેન્ડિંગ કેસ વિશેષ કોર્ટમાં ચાલશે.
જા કે, પ્રથમ તબક્કામાં ૯ રાજ્યોમાં ૭૭૭ કોર્ટ બનાવાશે. બીજા તબક્કામાં ૨૪૬ કોર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે. રૂ. ૭૬૭.૨૫ કરોડના ખર્ચે નવી વિશેષ કોર્ટો બનશે.
મહત્વનું છે કે, જાતીય હુમલા-સતામણીના કેસમાં વિશેષ ફોરેન્સિક કિટને પણ મંજૂરી મળી છે. અલગ અલગ રાજ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઓ કિટ આપશે. રૂ.૧૦૭ કરોડના ખર્ચે વિશેષ ફોરેન્સિક કિટ અપાશે.
સાથો સાથ કોંકણના ૫૦ રેલવે સ્ટેશન્સ પર વીડિયો સર્વેલન્સ માટેની પણ મંજૂરી અપાઇ છે. રાજ્ય દીઠ વિહિકલ ટ્રેકિંગ સિસ્ટમ પ્લેટફોર્મને સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




