પી વી સિંધુ : દીકરીનું સન્માન થાય, “ભારત રત્ન”થી સન્માનિત થાય….!!

0
30

લાગે છે કે હવે પી વી સિંધુનું નામ જ પુરતું છે. જે રીતે સચિન તેંડુલકરનું નામ જ પૂરતું છે, એ જ રીતે હવે સિન્ધુએ બેડમિન્ટનની રમતમાં સમગ્ર સમગ્ર દુનિયામાં જે નામના કરી તે તેના માટે પૂરતું છે. સિંધુએ હાર નહી માનુ…નિરાશ નહી થાઉ….નુ સુત્ર પોતાના જીવનમાં ઉતારીને રમતમાં તેને હરાવુ જે તેને છેલ્લા ચાર વર્ષથી ફાઇનલમાં જીતવા દેતા ન હતા. પરંતુ સિંધુ એ પણ જાણે ગંગાની કસમ ખાધી હોય એ રીતે પોતાની સખ્ત મહેનતથી ફાઈનલ સુધી પહોંચી, અને આ વખતે ૩૭ મિનિટમાં જાપાનના ખેલાડી ઓકુહારા નું નામ પૂરું કરી ભારતનું નામ સમગ્ર દુનિયામાં રોશન કરી દીધું. સિંધુએ ગોલ્ડ મેડલ સાથે આત્યાર સુધીમા પાંચ સિલવર મેડલ જીત્યા જે પોતાનો એક રેકોર્ડ છે.
બધાએ તેને કહ્યું અભિનંદન…. અભિનંદન… પરંતુ કોઈએ એવુ કેમ ના કહ્યું કે ભારતની વિશ્વ વિજેતા સિંધુને પણ સચિનની જેમ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે….! સિંધુ તેની હકદાર છે અને તેને તેનો આ હક મળવો પણ જોઈએ. સચિન રમેશ તેંડુલકર ક્રિકેટના ઇતિહાસમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ બલ્લેબાજ ગણવામાં આવે છે. ભારતનુ સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી સન્માનિત થવાવાળા તે સૌપ્રથમ ખેલાડી અને સૌથી ઓછી ઉંમરના વ્યક્તિ છે જે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત થવા વાળા પ્રથમ ક્રિકેટ ખેલાડી છે. વર્ષ ૨૦૦૮માં તેઓને પદ્મવિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
વિશ્વ વિજેતા સિન્ધુએ પોતાનો આ મેડલ ભારતના નામે કર્યો છે. તે જે રમતમા છે તે રમતમા કોઈ વધુ ખેલાડી ભારતમાં નથી.હર કોઈ ક્રિકેટર બનવાનુ ઈચ્છે છે. પરંતુ ક્રિકેટ સિવાય બીજી પણ અનેક રમતો છે આ દુનિયામાં. પરંતુ કોઈ તે તરફ જતું નથી. ભારતની દીકરીઓ ની વાત કરીએ તો આ વર્ષે હિમાદાસે દોડવામાં છ છ મેડલ જીત્યા છે, દુતીચંદ પણ પાછળ નથી, ગુજરાતની મહિના ખેલાડી સવિતા ગાયકવાડ પણ પાછળ નથી. આ મહિલાઓએ ભારતનું નામ ઉંચુ કર્યું છે જેમાં સિંધુનું નામ હવે સૌથી આગળ આવી ગયું છે. ત્યારે નયે ભારતની રચયતા દીકરીનું સન્માન કરે. અને સચિનની જેમ સિંધુ ને પણ ભારત રત્નથી સન્માનિત કરીને એક એવો સંદેશો દેશની દીકરીઓને અને માતા પિતાને આપે કે તેઓ પણ પોતાની દીકરીઓને બેડમિન્ટન જેવી રમતોમાં જવાની પ્રેરણા આપે.
ભારત રત્નની યાદી ઉપર નજર નાખીએ તો ખેલકૂદના મેદાનમાં સચિનની સિવાય કોઈ બીજાનું નામ જોવા નથી મળતું. સિંધુનો ખિતાબ અને તેની આકરી મહેનત તથા દેશી પ્રત્યે તેની નિષ્ઠા સચિન કે ઓછી નથી. જો સચીનને ભારત રત્ન મળી શકે છે તો આપણા ભારતની હોનહાર અને બેડમિન્ટનના રમતના મેદાનમાં દુનિયા જીતવા વાળી સિંધુને કેમ નહીં…..? નેતા અને અભિનેતાઓના નામની યાદી ભરેલી પડી છે ભારત રત્ન વિજેતાઓની… તેમાં જો સચિનની સાથે સિંધુ નું નામ પણ જોડાઈ જાય તો ખરેખર માં સોનેપે સુહાગા હોગા…..!(

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY