૭૦ વર્ષથી દેશમાં તેમની સરકાર હતી તેમણે દેશને શું વિઝન આપ્યું?
ન્યુ દિલ્હી,તા.૨૩
ભાજપે ગુરૂવારના રોજ પત્રકાર પરિષદ કરી રાહુલ ગાંધીને વળતો જવાબ આપ્યો છે. ભાજપ પ્રવકતા સાંબિત પાત્રાએ કહ્યું, ‘કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ISISની સ્થાપનાને ન્યાયસંગત ગણાવાની વાત સાંભળી ભયભીત છું. આ સિવાય રાહુલ ગાંધી એમ પણ કહી રહ્યાં છે કે શું મોદીજી દેશને કોઇ વિઝન આપી શકતા નથી તો બીજું કોઇ (આઇએસઆઇએસ) આ કામ કરી દેશે પઅવિશ્વસનીય તેઓ પીએમ પદના ઉમેદવાર છે?’
ભાજપ પ્રવકતાએ કહ્યું કે હેમ્બર્ગમાં થયેલા કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ૨૩ દેશોના પ્રતિનિધિઓની સામે કેટલાંય વિષયો પર પોતાની વાત મૂકી. આ દરમ્યાન તેમણે આઇએસઆઇએસની સ્થાપનાને યોગ્ય ગણાવાનો પણ પ્રયાસ કર્યો.
સંબિત પાત્રાએ આકરા પ્રહારો કરતાં કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશમાં દેશનું માન ઘટાડી દીધું છે. આમ કરવા માટે રાહુલને માફ કરી શકાશે નહીં. પાત્રાએ કહ્યું કે રાહુલે કહ્યું કે સીરિયામાં નોકરીઓની અછતના લીધે આઇએસઆઇએસ બન્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે જો પીએમ મોદી ભારતને કોઇ વિઝન નહીં આપે તો બીજા કોઇ (આઇએસઆઇએસ) આ કામ કરશે. પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધીએ આઇએસઆઇએસની સ્થાપનાને યોગ્ય ગણાવતા તેના કૃત્યોને પણ એક બ્હાનું આપ્યું છે.
સંબિત પાત્રાએ પ્રશ્ન ઉઠાવતા પૂછયું કે છેલ્લાં ૭૦ વર્ષથી દેશમાં પોતાના પરિવારની જ સરકાર હતી. તેમણે દેશને શું વિઝન આપ્યું? ભાજપ પ્રવકતાએ કહ્યું કે રાહુલ ગાંધી દેશના સાંસદ છે, દેશની પ્રમુખ પાર્ટીના અધ્યક્ષ પણ છે. એવામાં તેઓ વિદેશમાં દેશનું અપમાન કરે છે. રાહુલ ગાંધીએ તેના માટે આખા દેશ પાસે માફી માંગવી જોઇએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


