દેશભરમાં મોંઘવારી આસમાને પહોંચી ગઈ છે મંદીએ દેશના કોઈ પણ ક્ષેત્રને પોતાના ભરડામાં લેવાનું બાકી રાખ્યું નથી… કરોડો લોકોની નોકરીઓથી લેવાઈ ગઈ છે.. રોજગારી છીનવાઈ ગઈ છે.. દેશની મોટા ભાગની પ્રજા પરેશાન છે. ત્યારે પ્રજાને ગુમરાહ કરવા કે મોંઘવારી ભુલાવવા કેન્દ્ર સરકાર રોજગારી ઉભી કરવાને બદલે જાત જાતના નુસખા અપનાવી રહી છે….!?! નોટ બંધી સમયે જન ધન યોજના લાવીને મધ્યમ, ગરીબ-મજૂર વર્ગને બેક્નોની લાઈનમાં ઉભા કરી દીધા હતા… લોકોને આશા હતી કે દરેકના ખાતામાં ૧૫ લાખ આવી જશે…. પણ થયું શું…?સૌ કોઈ જાણે છે…! આવી જ રીતે અત્યારના સમયમાં દેશભરમાં મંદીનો માહોલ છે- મોંઘવારીએ માઝા મૂકી છે, તો મોટાભાગના ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે… ત્યારે લોકોને તે ભૂલાવવા ભારતના કબજામાના કાશ્મીરમાંથી ધારા ૩૭૦ અને ૩૫ એ હટાવી દઈને લોકોનું ધ્યાન કાશ્મીર- પાકિસ્તાન તરફ ખેચી લીધું.. પરંતુ આ ગતકડું લાંબો સમય ચાલે તેવું લાગતા….!! ટ્રાફિક નિયમનમાં બેફામ દંડનાત્મક જોગવાઈઓ કરીને આમ પ્રજાને દોડતી કરી દીધી છે….! લોકોએ લાયસન્સ લેવા કે રીન્યુ કરાવવા લાઈનો લગાવી દીધી છે. જ્યા એજન્ટોનો રાફડો ફાટયો છે અને લાયસન્સ કઢાવનારા લૂંટાઇ રહયા છે….! લોકો બે થી ત્રણ હજાર રૂપિયા આપી ગમે તેમ કરી લાયસન્સ મેળવી રહ્યા છે. તો પીયુસી સર્ટી મેળવવા માટે મોટી મોટી લાઈનો લાગી છે… શું કે કેવું ચેક કરવામાં આવે છે તે નથી સમજાતું…. પરંતુ પૈસા ચૂકવતાં સર્ટી મળી જાય છે..અને જાણે જે-તે વાહને પ્રદૂષણ ઓકવાનું બંધ કરી દેતું હોય તેવું થઈ રહ્યું છે.. તો વાહનનો ઈન્સ્યુરન્સ મેળવવા વીમા કંપનીઓમાં પડાપડી થઇ રહી છે… અને ત્યાં લોકો ચાર હજાર કે વધુ જેવી રકમ ચૂકવીને લૂંટાઇ રહયા છે અને આઈ એસ આઈ માર્કા વગરના હેલ્મેટો વેચાણ થઈ રહ્યા છે ત્યા પણ વધુ પૈસા આપી વાહન માલીકો લુટાઈ રહ્યા છે….! જ્યારે સરકારે લોકોને અન્ય પ્રશ્નો ભુલાવી દેવામાં સફળતા મળી રહી છે એવું ચોક્કસ કહી શકાય…..!!
સરકારે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકી નાના છૂટક વેપાર કરનારાઓને દંડી રહી છે. પરંતુ જ્યાં તેનું ઉત્પાદન થાય છે તેવા ઔદ્યોગિક એકમો પર પ્રતિબંધ નથી મૂકતી.. ટૂંકમાં નાના કે છૂટક વેપાર કરનારા પ્લાસ્ટિક કોથળીનો કે પ્લા. કાગળનો ઉપયોગ કરે તો દંડાય છે. એજ રીતે તો સિગરેટ બીડી પીવાથી કેન્સર થાય છે, તમાકુ ખાવાથી કેન્સર થાય છે તેવુ સિગરેટ પેકેટ ઉપર છાપવાનું સરકારે ફરજિયાત કર્યું છે.. તો પાન- બીડી સિગરેટ ના ગલ્લા કે દુકાન ઉપર તમાકુ સિગરેટ બીડી પીવાથી કેન્સર થાય છે તેવી ચેતવણી આપતી જાહેરાતોના પેમ્પલેટ ચોટાડવામાં આવે છે. પ્લાસ્ટિકને કારણે કેન્સર થાય છે તેવી જાહેરાત કરવામાં આવે છે… તો પછી ટ્રાફિક નિયમન અનુસંધાને હેલ્મેટ, લાઇસન્સ, વિમો વગેરે અંગે ચેતવણી શા માટે નહીં આ પ્રશ્ન આમ પ્રજામાં ઉઠવા પામ્યો છે…..!!
દેશમાં ધીરી ગતિએ કેન્સર અનેક ઘરોમાં ઘૂસી ગયો છે.. અને તેનું કારણ માત્ર પ્લાસ્ટિક, તમાકુ, બીડી, સિગરેટ જ નહીં પરંતુ ખેતીક્ષેત્રે વપરાતી વિવિધ દવાઓ અને ખાતરે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે…..! તો ઝેરી ધુમાડો અને કેમિકલ છોડતા ઉદ્યોગો પણ અગત્યનો ભાગ ભજવે છે… પ્રદૂષણ મુક્ત અને સ્વચ્છતાની વાતો કરતી સરકાર આવા ઉદ્યોગો ઉપર, કૃષિક્ષેત્રે વપરાતી ઝેરી દવા નું ઉત્પાદન કરતા ઉદ્યોગો ઉપર, પ્લાસ્ટિક ઉત્પાદન કરતા ઉદ્યોગો, સિગરેટ તમાકુ ઉત્પાદન કરતાં નાના મોટા ઉદ્યોગો ઉપર પ્રતિબંધ કેમ નથી મૂકતી…..? કે જેનાથી માનવજીવનને હાની થાય છે અને હજારોની સંખ્યામાં મોતને ભેટે છે….!! વાહન એક્સિડન્ટને કારણે થતા મોત તો તેનાથી ઘણા નીચા છે. ત્યારે સરકારે ખરેખર માનવીય રાહે વિચારવાની જરૂર છે….! બાકી તો કશુ બચે તેમ નથી તે હકીકત છે… સરકાર બજારોની રોનક પુનઃ લાવવા નાના ઉદ્યોગો- એકમોને, નાના ધંધાર્થીઓને, ખેતી ક્ષેત્રે અને મજૂરોને સહાય કરતી યોજના લાવે તે જરૂરી છે…જુઠનો અંત એક દિવસ જરૂર આવે છે… પણ લોકો જાણી જાય- સમજી જાય પછી શું…..? સરકાર લોક વિશ્વાસ ગુમાવે તેવી સ્થિતી દેશમાં ઉદભવવા પામી છે જે સત્ય હકીકત છે….!!ત્યારે સરકાર ખુદનિ વખાણમાથી બહાર આવે અને પ્રજા હિતના પ્રશ્નો ઉકેલે એજ તેનો સાચો રસ્તો છે….નહી તો આ પ્રજા ….!!?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


