ઇવીએમઃ લોકોના મનમાં શંકા પેદા કરવામાં આવી રહી છે? કાંઇક તો ગરબડ છે દયા…!!

0
7

આમ તો ચૂંટણી બ્યૂગલ ચૂંટણી પંચ દ્વારા વાગે છે પરંતુ નેતાઓ દ્વારા બ્યૂગલ વાગ્યા વગર ચૂંટણી પ્રચાર શરુ થઇ ગયો છે. એવામાં ભારતથી હજારો કિમી દૂર હેકર દ્વારા બ્યૂગર વગાડવામાં આવ્યું અને તેનો અવાજ દિલ્હી સુધી સંભળાયો. ભારતીય મૂળના અમેરિકન સાયબર નિષ્ણાંત સૈયર સુજાને શું સૂઝ્યુ કે તેમણે સણસણાટી ભર્યો દાવો કર્યો કે ૨૦૧૪ની ભારતની ચૂંટણીમાં ઇવીએમનું હેકિંગ કરવામાં આવ્યુ હતું તેમણે કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેની એક એકિસડન્ટમાં થયેલા મોત અંગે દાવો કર્યો કે મુંડે આ હેકિંગ અંગે જાણી ગયા હતા એટલા માટે તેમને મારી નાંખવામાં આવ્યા. આ હેકરે ભાજપ સહિત કોંગ્રેસ,સપા,બસપા આવા બધાના નામ લઇને કહ્યું કે કોંગ્રેસ જે ત્રણ રાજ્યોમાં જીતી છે તે પણ ઇવીએમ હેકથી જીતી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપ પક્ષ પણ હેકિંગના કારણે જ જીતી જેથી ભાજપ આઇટી સેલ દ્વારા ઇવીએમમાં સેટિંગ કરવામાં આવ્યુ હતુ. તેને આપ પાર્ટીએ પલટાવી નાંખ્યુ જેના કારણે જેટલી બેઠકો ભાજપ જીતનાર હતી એટલી સીટો એટલે કે ૭૦ માંથી ૬૭ બેઠકો આપને મળી.
સીઆઇડી નામના ટીવી સિરિયલમાં એક ડાયલોગ કહેવામાં આવે તો કુછ તો ગરબડ હૈ દયા..!! ચૂંટણી આવતા જ આવા બધા ખુલાસાઓ,ચોંકાવનારા દાવાઓ,હેકરની પ્રેસ કોન્ફરન્સની વાતોમાં નેતા કપિલ સિબ્બલની હાજરી,મુંડેનું મૃત્યુ આ બધુ આ સમયે કહીને હેકર દ્વારા ભારતના ભલાભોળા મતદાતાઓના મનમાં શંકાઓ ઉભી કરવાનું કામ કરી રહ્યું છે…? આ બાબતની તપાસ થવી જાઇએ. ભારતમાં એવી એમની હાલત ગરીબની પત્ની જેવી થઇ ગઈ છે. જે પણ આવે છે ભાભીજી કહીને આનંદ લે છે. છેલ્લા કેટલાક સમયથી ઇવીએમને લઇને કેટલાયે પક્ષોએ હેકિંગ કે ગરબડ થઇ હોવાની ફરિયાદો કરી છે અને દરેક વખતે ચૂંટણીપંચને સફાઇ દેવી પડે છે કે આ બધુ ખોટુ છે બકવાસ છે અને ઇવીએમ સલામ છે. તેમાં કોઇ છેડછાડ થઇ શકતી નથી. પરંતુ લોકોના મનમાં તો સવાલ ઉઠે છે કે આખરે મામલો છે કે શું…? આપ પાર્ટીને કેમ આટલી બધી બેઠકો મળી કે ન મળવી ના જાઇએ…? રાજસ્થાન,મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જીત્યા પછી ના તો કોંગ્રેસ બોલી કે ના ભાજપા બોલી કે ઇવીએમની તપાસ થાય..!
ભારત વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે. સમય સાથે ફેરફાર કરતા કરતા ભારતમાં હવે ઇવીએમથી ચૂંટણીઓ થઇ રહી છે. એવું કહે છે ને કે એક ચુટકી સિંદુર કી કિંમત તુમ ક્યા જાનો રમેશબાબૂ…એજ રીતે એક વોટની કિંમત તમે શું જાણો નેતાબાબૂ…! ચૂંટણીમાં લાખો-કરોડોનો ખર્ચ કરી જ્યારે કોઇ મોટા નેતા ફક્તને ફક્ત એક વાટથી હારી જાય ત્યારે એક વાટની કિંમતનું મહ¥વ સમજમાં આવે છે. એવામાં ભારતના સામાન્ય મતદાતાઓનો વિશ્વાસ ઇવીએમ ઉપર યથાવત્‌ રહે એ જાવાની ચૂંટણી પંચની વિશેષ જવાબદારી છે. કેન્દ્ર સરકારે સૈયદ સુજા નામના હેકરની વિરુદ્ધમાં આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઉચ્ચિત કાર્યવાહી કરવી જાઇએ. નહિ તો એવું થશે કે કોઈ પણ એક એરા ર્ગરા નથ્થુ ખેરા પ્રેસ કોન્ફરન્સમાં કહેતા રહેશે કે હદ ઇવીએમ હેક થાય છે..! આનો અંત આવે અને ઇવીએમ ઉપર મતદાતાનો વિશ્વાસ અડગ અને અટલ રહે એ જાવાની ચૂંટણી પંચની ફરજ છે. જેથી કોઇ એળું ના કહે કે કુછ ગરબડ હૈ દયા..!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY