મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગડકરી નડશે કે શુ…? ફડનવીસને હારનો ડર, પ્રચારની શરૂઆત પીએમથી શા માટે…..?

0
10

!
દેશભરમાં કેન્દ્ર સરકારના પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી રોડ- રસ્તા પર વાહન એક્સિડન્ટમાં લોકોના મોત ન થાય તે માટે ટ્રાફિક નિયમન જોગવાઇઓમાં આકરા દંડ વસૂલવાનો નિર્ણય કર્યો…. તે સાથે તેના અમલની શરૂઆત થતા આમ પ્રજામાં ભાજપના રાજ્યોમાંની સરકારો સામે ભારે રોષ ફરી વળ્યો છે.. આમ પ્રજાએ જૈ આશા- આકાંક્ષાઓ અને વિશ્વાસ સાથે ભાજપની ઝોળીઓ મતોથી છલકાવી દીધી હતી. તેમાં જે-તે ભાજપ સરકારોએ આમ પ્રજાને જકડી નાખે તેવા નિર્ણયો કરતા પ્રજાની ભ્રમણા ભાંગી પડી છે…. લોકોએ ભાજપા અને તેના નેતાઓ ઉપર મુકેલા વિશ્વાસનો ધ્વંસ થયો હોય તેવુ લોકો અનુભવી રહ્યા છે…..!! દેશભરમાં મંદીએ કરોડો લોકોને બેરોજગાર બનાવી દીધા છે… મોંઘવારીએ માઝા મૂકી છે… લાખો નાના-મોટા વિવિધ ક્ષેત્રના ઔદ્યોગિક એકમો, ધંધા- વેપાર ચોપટ થઈ ગયા છે…..!! આવા સમયે મહારાષ્ટ્ર, કેરાલા અને મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓની દુદુભી વાગવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડનવીસ શિવસેના જેવા મજબૂત સાથીદાર પક્ષ હોવા છતાં હારવાનો ડર લાગી જતા તેમણે નાસિકમાં મહા જંગ આદેશ યાત્રા નું આયોજન કર્યું છે… જેમાં દેશના વડાપ્રધાન મોદી હાજર રહેવાના છે…. મહારાષ્ટ્ર રાજ્યમા ભાજપાની ચૂંટણીપ્રચારની આ પ્રથમ રેલી અને સભા છે આ કારણે દિલ્હીના રાજકીય ક્ષેત્રે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
અહીં દિલ્હીના રાજકીય વર્તુળોમાં નીતિન ગડકરી દ્વારા જે નવો ટાફીક એક્ટ બનાવ્યો અને તેની જાહેરાત કરી ત્યારે ચર્ચા ઉઠી હતી કે નવી ટ્રાફિક જોગવાઇઓમાં ભારે દંડ રાખવામાં આવ્યો છે જેના કારણે દેશભરમાં મોટો ઉહાપોહ થશે. અને કેન્દ્ર સરકાર સામે તથા તેના વડાઓ સામે જનાક્રોશ ઊભો થશે… અને થયું પણ એવું જ…..! જેના કારણે જે તે રાજ્યોમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓમાં લોકોના આક્રોશના પડઘા પડે શકે….!જે રીતે નોટ બંધી બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપાને ત્રણ આંકડા પરથી બે આંકડા ઉપર આવી ગયેલ અને કોંગ્રેસ મજબુત બની હતી. અત્યારે દેશભરમાં મંદી ફરી વળી છે..અનેક ધંધા- ઉદ્યોગો ઠપ થઈ ગયા છે… કરોડો લોકોએ રોજગારી ગુમાવી છે….! ત્યારે ગડકરી જે ટ્રાફિક એક્ટમાં આકરો-ભારે દંડ લાવ્યા તેના કારણે લોકોને પડતા ઉપર પાટુ મારવા જેવો ઘાટ થયો છે. જેથી લોકોમાં વધુ આક્રોશ વ્યાપ્યો છે… અને આવા સમયમાં ત્રણ રાજ્યોની ચૂંટણી જાહેર થતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ડરી ગયા લાગે છે…..!!
મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું ગઠબંધન છે…. બેઠક સમજૂતી થઈ છે તો કોંગ્રેસ અને એનસીપી વચ્ચે પણ બેઠકોની સમજૂતી થઈ છે… કોંગ્રેસ- એનસીપીની સમજૂતીને લઈને ફડણવીસ ગભરાઈ ગયા છે…! ત્યારે હાર ન થાય તે માટે મહારાષ્ટ્ર રાજ્યના નાસિકમાં ભાજપ દ્વારા મહાજંગ આદેશ યાત્રા યોજવામા આવી છે… જેમાં દેશના વડાપ્રધાનશ્રી ઉપસ્થિત રહીને સંબોધન કરવાના છે… ભાજપાની ચૂંટણી પ્રચારની મહારાષ્ટ્ર રાજ્યમાં નાસિક ખાતે આ પ્રથમ રેલી યોજાઇ રહી છે….. તેને સફળ બનાવવા વધુમાં વધુ લોકો હાજર રહે તે માટે ફડણવીસ સરકારે એડી ચોટીનું જોર લગાવી દીધું છે….! આ બધું છતાં ચૂંટણીના પરિણામો જ બતાવશે કે નવા ટ્રાફિક એક્ટની ભારે દંડનાત્મક જોગવાઈઓનો પ્રજામાં આક્રોશ ફરી વળ્યો છે કે નહી….!!(જી.એન.એસ,હર્ષદ કામદાર)
૦૦૦

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY