દેશને પ્લાસ્ટિક મુક્ત કરવાની વાતો છેલ્લા આઠેક વર્ષથી થાય છે. તો આપણા વડાપ્રધાને પણ દેશને પ્લાસ્ટિક મુક્ત કરવાની વાત કરી છે તે સાથે તેમને દેશભરમાં સ્વચ્છતા અભિયાન ઉપાડયું છે જે એક સરાહનીય બાબત છે… દેશના લોકોએ તેમાં તમામ રીતે સહયોગ આપવો જોઈએ. પરંતુ દેશભરમાં જે રીતે મંદી ફરી વળી છે… રોજગારીનો આંકડો પાંચેક કરોડે પહોચ્યો છે… દરેક ક્ષેત્રના ઔદ્યોગિક એકમો, ધંધા- વેપાર પર માઠી અસર પડી છે… નવી રોજગારી ઊભી થઈ નથી કે થતી નથી… સમગ્ર અર્થતંત્ર ખેદાન-મેદાન થઇ ગયું છે.. ત્યારે વાત કરે છે ચીન અને અમેરિકા કરતા દેશના અર્થતંત્રનો વધુ તેજીથી વિકાસ થઈ રહ્યો છે… ભારત ચીન કરતા આગળ વધી જશે….! પરંતુ અત્યારે આવી વાતોના ફુગા ની હવા નીકળી ગઈ છે….! દેશમાં દર વર્ષે ૧૮.૬ લાખ રોજગારીનું નિર્માણ કરવું કે તકો ઊભી કરવી જરૂરી છે.. જે ખાડાના ખેલ જેવુ છે. દેશમાં અત્યારના સંજોગોમાં આ શક્ય નથી….! દેશમાં હાલ જે રીતે બેરોજગારોની સંખ્યા વધી ગઈ છે તેને નજરમાં રાખી તેનુ સ્તર જાળવી રાખવામાં આવે તો પણ દર વર્ષે ૮.૧ લાખ નોકરીઓ ઊભી થવી જોઈએ. પરંતુ અત્યારે દેશમાં પ્રવર્તમાન મંદીને કારણે આવી શક્યતા ઘણીજ ધુધળી છે….! બજારમાં ખરીદી નહિવત છે- નીચલા સ્તરે માંગ પહોંચી ગઇ છે ત્યારે તેને ઉગારવા નાણામંત્રીએ કાંઈક નવીન કરવું પડશે.. કારણ કે દેશમાં નોટબંધી અને જીએસટીનો અમલ જે બેજવાબદારીથી થયો છે તેની અસરો અત્યારે દેશભરમાં દેખાઈ રહી છે. નોટ બંધી સમયે આરબીઆઈના પૂર્વ વડા રાજેને,ડૉ.મનમોહનસીહે,સ્વામી સુબ્રમણ્યમની વાત સરકારે કાને ધરી હોત તો આજે જે સ્થિતિ દેશમાં ફરી વળી છે તે ન થઇ હોત….!
દેશભરમાં હવે પરિસ્થિતિ એવી છે કે સરકારે હવે પછી સસ્તી પ્રસિદ્ધિથી બચવું જરૂરી છે. દેશમાં જે પ્રશ્નો ઊભા થયા છે તેનુ ખૂબજ સમજી વિચારીને નિરાકરણ લાવવું જરૂરી છે. સરકારે બેજીજક,અકળાયા વગર દેશનું અર્થતંત્ર ખોરંભે પડયું છે કે લંગડાયું છે તેનો સ્વીકાર કરવો જોઈએ. હવે ચીન કે અમેરિકાની વાત, બંને દેશો વચ્ચેની ટ્રેડ વોર જેવી વાતો કે બહાનાબાજી અત્યારના સમયમાં ચાલે તેવી નથી..જે તદન લગ્ન વાત છે… દેશના અર્થતંત્રનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે તે વાતનો ફુગ્ગો ફૂટી ગયો છે.. અત્યારના સમયમાં દેશના કોઇ પણ બજારમાં જુઓ તો તેમાં ખરીદી નીચલા સ્તરે પહોંચી ગઈ છે.. કારણ લોકોના કિસ્સામાં હોય- આવક હોય તો બજારમાં ખરીદી નીકળે. પરંતુ અત્યારે આવી કોઈ સંભાવના નથી….! દેશમાં વેપાર-ધંધા, હોટેલ, બેક્નિંગ, ફાઇનાન્સ, ઓટો ક્ષેત્ર, ટેક્સટાઇલ એકમો, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન સહિતના વિવિધ ક્ષેત્રના નાના-મોટા ઉદ્યોગો,કૃષિ ક્ષેત્ર સહિતના ક્ષેત્રોની હાલત ડામાડોળ છે.
દેશમાં મંદિરને ખતમ કરવા લાંબાગાળાની નીતિઓ ઘડવી જરૂરી છે, તે સાથે અર્થતંત્રને સુધારવા ઝડપી પગલા ભરવા અતિ જરૂરી છે.. આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે અને તેમાં કૃષિ ક્ષેત્રે દેશમાં ખેતીની જે જૂની પરંપરા હતી તે તરફ પાછા વળવા સાથે ખેડૂતોને ઉત્પાદનના પુરતા ભાવ મળી રહે તેમજ આવક વધારવા તમામ રીતે સહાય સાથે પ્રોત્સાહનો આપવાની જરૂર છે.. પાક વિમાના સ્થાને વીમાની રકમ ખેડૂતોને સીધીજ આપવામાં આવે તો પરિણામ મળવાની શરૂઆત થઇ જાય… સરકારે નફો કરતા જાહેર સાહસો તરફ વિશેષ ધ્યાન આપવા સાથે સરકારી માંદા જાહેર સાહસોના મેનેજમેન્ટમાં બદલાવ કરી નફો આપે તેવા પગલાં લેવા જોઈએ તથા ખાનગીકરણની વિદેશની નીતિ ન અપનાવતા તેને પ્રોત્સાહન આપી સ્વતંત્રતા જાળવવી પણ જરૂરી છે.. મનરેગા જેવી યોજનામાં વધુ નાણાં ફાળવવા, નાના ઉદ્યોગ-ધંધાને બેઠા કરવા જરૂરી સહાય કરે તો રોજગારી વધી જશે અને માર્કેટમાં નાણાં ફરતા થઈ જશે તોજ દેશ મંદીમાંથી બહાર નીકળી શકશે અને મોંઘવારીને પણ ડામી શકાશે.
છેલ્લે….. જુદી જુદી ચીજ- વસ્તુઓથી માનવજાતને- પર્યાવરણને નુકસાન થતું હોય તેવા ઉત્પાદનો કરતા ઉદ્યોગો-એકમો પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે…. જેથી પર્યાવરણ સાથે માનવ જીવન ખતરામાં નહીં મુકાય… સામાન્ય ધંધાદારી વેપારી દંડાતા બચી જશે અને ભ્રષ્ટાચાર અટકશે….વંદે માતરમ્
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



