
વડોદરા,તા.૧૬
શહેરના ઉદ્યોગપતિ અને સ્ટલિંગ બાયોટેકના ડિરેક્ટર નીતિન સાંડેસરાની મોડી સાંજે દુબઈ ખાતે ધરપકડ કરવામાં આવી છે. રૂ. ૫૦૦૦ કરોડના બેંક કૌભાંડમાં સંડોવાયેલા સાંડેસરા ધરપકડ અને અદાલતી કાર્યવાહીથી બચવા કેટલાંક સમયથી દેશ છોડીને જતાં રહ્યા હતા. ભારતીય અદાલતે તેમની સામે જારી કરેલ બિનજામીનપાત્ર વોરંટના આધારે બુધવારે મોડી સાંજે દુબઈ પોલીસે તેમની ધરપકડ કરી છે.
ભાગેડુ કૌભાંડી સાંડેસરાની ગતિવિધિ તેમજ તેમના દ્વારા થતાં ફોન કોલ્સ, મેસેજીસ પર બાજનજર રાખી રહેલ તપાસ સંસ્થા સીબીઆઈના અધિકારીઓને સાંડેસરા દુબઈમાં હોવાની માહિતી બે દિવસથી સાંપડી હતી. આથી સીબીઆઈ દ્વારા સત્તાવાર રીતે દુબઈના સમકક્ષ ઓથોરિટીને માહિતગાર કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી અમલમાં આવે એ મુજબ બિનજામીનપાત્ર વોરંટ મેળવ્યા બાદ અજ્ઞાતવાસમાં રહેલા સાંડેસરાને દબોચી લેવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


