દેશભરમાં ટ્રાફિક નિયમન એક્ટ સામે લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. અને તેમાં પણ કેન્દ્ર સરકાર કહે છે કે હેલ્મેટથી લોકોના જીવ બચશે… આવુ કહેવું કેટલુ ઉચિતછે….?! કારણ કે દેશભરમાં રોડ- રસ્તાની જાળવણીને અભાવે વધુ પ્રમાણમાં એક્સિડન્ટ થાય છે. અને તેમાં દસ હજારથી વધુના દર વર્ષે મૃત્યુ થાય છે. ત્યારે આવા રોડ- રસ્તા માટે કોણ જવાબદાર…..? જે તે સરકારી કે અર્ધ સરકારી તંત્ર કે જેઓ રોડ- રસ્તાની જાળવણી કરે છે તેઓ…? કોન્ટ્રાક્ટર દ્વારા નવા રોડ-રસ્તા બનાવે છે કે રિસરફેસ કરે છે અને પ્રજાના કરોડો અબજો રૂપિયા આ માટે ખર્ચ કરે છે તો પછી તેમની જવાબદારી શા માટે નહીં…..? માત્ર પ્રજાને જ ગુનેગાર ગણવાની સરકારની નીતિ યોગ્ય નથી. કેન્દ્ર સરકારે વિદેશમાં જઈને સરળ ટ્રાફિક અને તેના નિયમન માટે અભ્યાસ કર્યો અને તેની નીતિ અનુસાર ટ્રાફિક એક્ટમા આકરા દંડ ની જોગવાઈ કરી નાખી. તે સાથે તેનો અમલ પણ કોઈ આયોજન કે વિચાર્યા વગર જ શરૂ કરી દેવાયો. જેના કારણે કોમનમેન કે જેઓ મોટા ભાગે નોકરી કે નાના ધંધા કરીને પોતાના પરિવારનું ગુજરાન કરતા હોય છે. તદુપરાંત તેઓના પગાર પણ ઘણા જ ઓછા હોય છે… તો નોકરીના કે ધંધાના સ્થળે પહોંચવા સમયસર વાહનો મળતા નથી.કે પછી એવા સ્થળ હોય છે કે જ્યાં વાહન જતા-આવતાજ નથી. ઉપરાંત ટ્રાન્સપોટનો પણ અભાવ છે…. ત્યારે જે તે કોમનમેન પાય પાઈની બચત કરી પોતાના માટે વાહન લાવે છે. પછી નોકરી ધંધાના સ્થળે સમયસર પહોંચી શકાય છે. તે વાત સરકારે સમજવાની જરૂર છે… જો કે ગુજરાત સરકારે પીયૂસી સુવિધા માટે તેમજ હેલ્મેટ માટે આમ પ્રજાને થોડી રાહત આપી છે તે નોંધનીય છે.
દેશભરમાં રાજ્યના પાટનગરો કે કેન્દ્રની રાજધાનીના રોડ- રસ્તાઓ અને સુવિધાઓ છે તેવી સુવિધાઓ જે તે નાના-મોટા શહેરોમાં ક્યાં છે…..? મોટાભાગના રોડ રસ્તા ઊબડખાબડ હોય છે તો ભૂતળમા પાણીની પાઈપલાઈન કે વીજળી કેબલ સહિતના ખોદકામ કર્યા પછી તે રસ્તાઓનુ પુરાણ નિયમાનુસાર થવું જોઈએ તે થતું નથી…. અને ત્યાં ખાડાટેકરા કે ઉબડખાબડ રોડ ઉપરથી કોમનમેનને પસાર થવાનું હોય કે વાહનોને. આ તમામ મુશ્કેલીમાં મુકાય છે. ઉપરાત આવા ઉબડખાબડ રસ્તાને કારણે કોઈપણનો સમય સચવાતો નથી… જે પણ હકીકત છે. તો દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ પણ આ કારણે હોસ્પિટલ કે દવાખાને ઝડપથી પહોંચી શકતી નથી. પરિણામે કેટલાક કિસ્સાઓમાં તો દર્દીને જીવ ગુમાવવાનો વારો આવે છે. તો એમ્બ્યુલન્સમાં થઈ જાય છે આવા તો એમ્બ્યુલન્સ વાન માજ ડિલેવરી થયાના અનેક બનાવો બનેલા છે.આ બધુ છતાં ટ્રાફિક કાયદા આકરા અને એ પણ કોમનમેનને વધુ અસર કરતા…..!!
કેન્દ્ર સરકારને પ્રજા પાસેથી પૈસા કઈ રીતે વધુમાં વધુ મળે તેવો આ ટ્રાફિક એક્ટ બનાવ્યો છે. વિદેશમાં આવા રોડ-રસ્તા નથી, ત્યાંના રસ્તા અને હેલ્મેટ સહિતની સુવિધાઓનો અભ્યાસ કરીને તેનો અમલ દેશમાં પ્રથમ કરવાની જરૂર હતી…પરંતુ આ તો પ્રજા ક્યાં બોલવાની છે. એવું સમજીને કે પ્રજા ડરી ગઈ છે તેવું માનીને પ્રજાની પાસેથી નાણાં ખંખેરી લે તેવી નીતિ અખત્યાર કરી છે જે યોગ્ય નથી….. પહેલા દેશભરના રોડ- રસ્તા એવા મજબૂત બનાવરાવો કે તેની ૧૦ વર્ષ સુધી ફરિયાદ ન આવે. તો વાહન લાયસન્સ, પીયુસી વગેરે માટે સેન્ટરો ઊભા કરો ત્યારબાદ સરકાર આગળ વધે. પરંતુ સામાન્ય આવક થતી હોય તેવી ગણતરી મૂકીને લોકોના ખીસ્સાને પરવડે તેવા દંડ રાખો. પ્રજાને મોટા આર્થિક ફટકો પડે તેવા કાયદા અને નીતિ ન હોવી જોઈએ તેવું કેન્દ્રીય નાણામંત્રી શ્રી નીતિન ગડકરીએ સમજવાની જરૂર છે…… અને કોમન મેન પણ આવી જ આશા રાખે છે…..જ્ય શ્રી રામ….
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


