પર્યાવરણ અને માનવજાત માટે ખતરનાક પ્લાસ્ટિકનો વપરાશ ક્યારે બંધ થશે….?!!

0
5

કેન્દ્ર સરકારે પ્લાસ્ટિક ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની કરેલ વાત પછી ગુજરાત સહિત કેટલાક રાજ્યોએ પ્લાસ્ટિક ચીજવસ્તુની બનાવટો ઉપર પ્રતિબંધ મૂકીને તેનો ઉપયોગ કરનાર નાના મોટા ગજાના ધંધાર્થીઓ પાસેથી દંડ વસુલાત શરૂ કરી દીધી હતો. જોકે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ૫૦ માઈક્રોન સુધીની પ્લાસ્ટિક ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. પરંતુ પ્લાસ્ટિકની ૫૦ માઈક્રોનથી ઓછી પ્લાસ્ટીકનો ઉપયોગ ધંધાદારી ક્ષેત્રમાં લોકોના ઉપયોગમાં ન આવતા વિવિધ ચીજવસ્તુઓના પેકિંગમાં વધુ પ્રમાણમાં થાય છે. તેનાથી ચીજવસ્તુઓ સુરક્ષિત ત રહે છે.જો કે આપણા વડાપ્રધાનશ્રુએ ભારતમાં તો ઠીક પરંતુ વિશ્વકક્ષાએ પ્લાસ્ટિક વાપરવા પર પ્રતિબંધની વાત કરી હતી. ત્યારે ભારતમાં તો તેમણે સિંગલ પ્લાસ્ટિક પ્રતિબંધ ફરમાવ્યો. એકંદરે તેમની વાત સાચી હતી કારણકે લોકો પ્લાસ્ટીક ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને તેનો કચરો નદીઓ, તળાવો, વોકળા કે ખુલ્લામાં જમીન પર ફેકતા હતા. પરિણામે નદી- વોકળામા પ્લાસ્ટિક કચરો જમા થતાં તે ઉભરાતાં અનેક પ્રકારનું નુકસાન થયું હતું. તો નદીઓના-વોકળાના પાણી આગળ વધતા કે વહેતા અટકતા પાણી દુર્ગંધયુક્ત બની જતું હતું. જમીન પર પ્લાસ્ટિક છવાઈ જતા જમીનોએ ફળદ્રુપતા ગુમાવી હતી. જે એક હકીકત છે. આમ છતાં કેન્દ્ર સરકારે આ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે પારોઠના પગલાં ભરવા પડયા છે. અને આ બધાની પાછળ પ્લાસ્ટીક ચીજવસ્તુ ઉત્પાદકોની નાણામંત્રી સીતારમનના ગળે ઉતરી જાય તેવી રજૂઆત હતી તેની ગંભીરતા નાણામંત્રી સમજી ગયા હતા અને તેઓએ વડાપ્રધાન મોદીના ગળે પ્લાસ્ટિક પ્રતિબંધ હટાવી લેવાની વાત ઉતારી દીધી હતી. ત્યાર બાદ મોદીજીએ સીગલ પ્લાસ્ટીક યુઝની વાત કરી છે.
પ્લાસ્ટિક ની શોધ થઈ ત્યારે વિશ્વના દેશો હર્ષઘેલા થઇ ગયા હતા. જેમાં ભારત પણ સામેલ હતું. ભારતમાં એક દિવસમાં ૬૦ શહેરોમાં ૪૦૫૯ ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે અને દેશભરમાં મળીને અંદાજે ૨૬ હજાર ટન દરરોજનો કચરો પેદા થાય છે જેમિ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આ કચરામાં ૪૦% હિસ્સો ધરાવે છે. દેશમા પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ ની વાત કરીએ તો તેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. સમગ્ર વિશ્વ જાણી ગયું છે કે પ્લાસ્ટીક એક ઝેર છે… છતાં લોકો તેનો ઉપયોગ કરે છે અને તેના કચરો ગમે ત્યાં ફેકે છે….. જેમાં પ્રવાસી સ્થળો- ધાર્મિક સ્થળો પર તો પ્લાસ્ટિક કચરાના ઢગલા જામ્યા છે. તેમજ કોઇ પણ શહેરની ગટરો, રોડ- રસ્તા, શેરી- મહોલ્લા એવા નહીં હોય કે જ્યાં પ્લાસ્ટિક કચરો ન હોય. પ્લાસ્ટિક સૌથી વધુ ખતરનાક છે તેવું વિજ્ઞાનીઓએ કહ્યું છે. આ પ્લાસ્ટીક કચરાનું રિસાયક્લુગ પણ કરવામાં આવે છે. અને દરરોજ ૬૦ ટનથી વધુ પ્લાસ્ટીક કચરો બાળવામાં આવે છે જેનાથી હવા વધુ પ્રદૂષિત બને છે… બાળવાથી કાર્બનડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે… જેના કારણે ફેફસાં- હૃદય રોગીઓ તેમજ અન્ય રોગોનો વધારો થાય છે, જે ભારત તો ઠીક સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે… કારણ કે પ્લાસ્ટિક કચરો ધરતીને પ્રદૂષણ મુક્ત બનાવવા માં ભારે અવરોધરૂપ છે કારણકે ૪૦ ટકા જેટલો કચરો જમીનમાં દાટવામાં આવે છે એ જમીનની ફળદ્રુપતા માટે અવરોધક છે.
દેશભરમાં પ્લાસ્ટિક ચીજવસ્તુઓનો ઉપયોગ મોટાભાગે પેકિંગ કરવામાં થાય છે… જેમાં કરિયાણાની દુકાનોમા ખાવાની વસ્તુઓનુ પેકિંગ કરવામાં આવે છે- બિસ્કીટ થી લઈને નાસ્તાનાં પેકેટ, દૂધની કોથળી,ચા માટે નાના-મોટા કપ, નાસ્તા માટે ડીશો, પીવાના પાણીની બોટલો અને છેલ્લા ત્રણેક વર્ષ ઉપરાંતથી લીક્વીડ દવાઓ પણ પ્લાસ્ટીક નાની મોટી બોટલમા મળતી થઈ છે. આ પ્લાસ્ટિક બોટલો કે પેકીગોમા સુક્ષ્મ કણો હોય છે તો દૂધાળા પશુના પેટમા પ્લાસ્ટીક પહોચે છે તેના દૂધમા પ્લાસ્ટીક કણો હોય છે આવુ બધુ ખાનારા- પીનારાના પેટમાં પહોંચે છે. હવે જો શરીરમા જે પ્લાસ્ટીક કણોનો વ્યાસ ૧૫૦ માઈક્રોમીટર થી વધુ છે તેને તો શરીર બહાર ફેંકી દે છે પરંતુ તેનાથી નાના કણો શરીરના અન્ય ભાગોમાં ફરી વળે છે જે શરીરમાં રોગો પેદા કરે છે તેવુ વૈજ્ઞાનિક સંશોધન છે. ત્યારે ભારત સરકારે પ્લાસ્ટિક પ્રતિબંધના બદલે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. અને પ્લાસ્ટિકના સ્થાને અન્ય ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે તેવું લોકોને સમજાવવામાં આવશે. તેમાં પણ સિંગલ પ્લાસ્ટિકનો ઉપયોગ તમામને માટે ભયંકર હાનિકારક છે તેનો ઉપયોગ ન કરવા સમજાવાશે…. ત્યારે લોકો પણ પ્લાસ્ટીક બનાવટોનો ઉપયોગ ન કરે સમજવાનું અતી જરૂરી છે… નહીં તો….ફેફસાના,કીડનીના, હૃદયરોગના તેમજ વિવિધ પ્રકારના રોગો લોકોને છોડશે નહીં….નહીને…નહીજ… તે વાસ્તવીક હકીકત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY