વિશ્વભરમા મંદીની અસર ફરી વળી છે… પરંતુ ભારતને આ મંદીની અસર વધુ પ્રમાણમાં થશે તેવી આઇએમએફની ચેતવણી છતાં આપણી કેન્દ્ર સરકારે કેન્દ્રના કર્મચારીઓને ૫ ટકા ડીએ વધારો આપવાનો નિર્ણય કરી તેની જાહેરાત કરતાં કેન્દ્રીય કર્મચારીઓની દિવાળી સુધારી દીધી છે. હવે તેની પાછળ જે તે રાજ્ય સરકારોએ પણ તેમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવો પડશે. તે પણ કે જ્યારે દેશભરમાં મંદીએ અજગરી ભરડો લીધો છે- મોંઘવારી આકાશે પહોંચી ગઈ છે- તો અનેક નાના-મોટા વિવિધ ક્ષેત્રના ઉત્પાદન કરતા ઉદ્યોગો ઠપ્પ થઈ ગયા છે તે સાથે બેરોજગારોની સંખ્યા પણ વધી ગઈ છે. ત્યારે સામાન્ય પ્રજાની હાલત શું છે કે થશે….? તેનો કોઈ પણ વિચાર કર્યો નથી તેવુ દેખાઈ રહ્યુ છે….!! ગુજરાતમાં તો કેન્દ્રના કર્મચારીઓના પગાર-ભથ્થા વધારા જે પ્રમાણે વધે તેની અસર રાજ્યના ચૂંટાયેલા તમામ મંત્રીઓ- ધારાસભ્યો વગેરેને થાય છે અને તેમના બધામા આપોઆપ વધારો થઈ જશે. આ બાબતે અગાઉની સરકારમા વિધાનસભાએ સર્વ સંમતિથી ઠરાવ પસાર કરેલ છે. જ્યારે રાજ્યના કર્મચારીઓને કેન્દ્રીય ધોરણે ભથ્થા વધારો આપવા માટે સરકાર પોતે નક્કી કરશે કે ક્યારથી રાજ્યના કર્મચારીઓને મોઘવારી વધારાનો લાભ આપવો. જો કે રાજ્ય સરકાર ટુક સમયમા કેદ્રના ધોરણે મોઘવારી ભથ્થાનો લાભ કર્મચારીઓને આપી દેશે….!
રાજ્યમાં મંદી- મોંઘવારીની અસર બેહદ છે તેની ચિંતા સત્તાધારી ભાજપા સરકાર કે વિપક્ષ કોંગ્રેસ કોઈને નથી…..!!!હા, કોગ્રેસના નેતાઓ આ બાબતે નિવેદન કરશે …..! પણ તેમને મળનાર મોંઘવારી ભથ્થાનો વિરોધ નહી કરે….! રાજ્યભરના જમીની ગ્રામ્ય કક્ષાએથી લઈને દરેક નાના-મોટા શહેરોમાં મોંઘવારીએ લોકોની કેડ ભાગી નાખી છે- તો કામ ધંધા નોકરીઓ મેળવવા અનેક લોકો- યુવાનો ફાફા મારી રહ્યા છે… લોકોને કામ ધંધો મળતો નથી તેના કારણે આ વખતની દિવાળી નિસ્તેજ બની રહેશે તે નિશ્ચિત છે….. સિવાય કે આપણા મંત્રીઓ, ધારાસભ્યો કે કોર્પોરેટરો અને રાજ્યના કર્મચારીઓ. અત્યારના સમયે રાજ્યભરમાં અનેક કારખાના ઠપ થઈ ગયા છે, માર્કેટોમાં ધરાકી નથી-ખરીદી નથી…. ટૂંકમાં લોકોની ખરીદશક્તિ નથી રહી તે બજારમાં ફરતા અનુભવાય છે. ત્યારે કેન્દ્ર સરકાર ગ્રામ્ય જમીન સ્તરેથી કૃષિક્ષેત્ર અને તેને લગતા કામકાજ કરતા નાના-મોટા ધંધા- વેપારને પ્રોત્સાહન આપે-આર્થિક મદદ કે સહાય કરે…. તો જ બજારો ધમધમતા થશે…. બાકી આઈ એમ એફ એ અત્યારે ચેતવણી આપી છે તે ઘણી જ મોડી આપી છે. ખુદ દેશના જ અર્થશાસ્ત્રીઓએ ચેતવ્યા હતા જેમાં ડૉ.મનમોહનસિહ, આરબીઆઈના ગવર્નર રાજન,સુબ્રમણ્યમ સ્વામી જેવા કેટલાકોનો સમાવેશ થાય છે. ત્યારે હવે કેન્દ્ર અને રાજ્ય સરકારો જાગે તો જ દેશમાંથી મંદી હટશે…..બાકી તો શુ થશે તે કહેવુ મુશ્કેલ છે…..!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


