ગુરુ-ચેલા ધોની-વિરાટની જોડી વર્લ્ડ કપ જીતાડશે ખરા….!!!?

0
6

ભારતની વિરાટસેનાએ તાજેતરમાં આૅસ્ટ્રેલિયામાં ઉપરાઉપરી બે શ્રેણીઓ જીતીને અનોખો વિક્રમ નોંધાવ્યો. કિયારેય કોઈ દેશની ટીમ આૅસ્ટ્રેલિયાથી એકેય સિરીઝ હાર્યા વગર સ્વદેશ પાછી આવી હોય એવું અગાઉ કિયારેય નહોતું બન્યું, પરંતુ ભારતે એ કરી દેખાડ્યું છે. આપણે ટી-ટ્‌વેન્ટી સિરીઝ ૧-૧થી ડ્રા કરાવ્યા પછી ટેસ્ટ-શ્રેણી ૨-૧થી અને વન-ડે શ્રેણી ૨-૧થી જીત્યા. ટેસ્ટમાં આપણે આપણી વર્લ્ડ નંબર વનની રૅન્ક વધુ મજબૂત કરી અને વન-ડેમાં બીજા નંબર પર રહીને આપણે છઠ્ઠા નંબરના આૅસ્ટ્રેલિયાને સંકેત આપી દીધો કે આગામી મે-જૂનના વન-ડેના વર્લ્ડ કપમાં અમને ત્રીજી વાર તાજ જીતવા માટે ફેવરિટ નહીં ગણો તો એ તમારી ભૂલ કહેવાશે.
સચિન તેન્ડુલકરે બે મહિના પહેલાં ભારતીયોના આૅસ્ટ્રેલિયા-પ્રવાસની શરૂઆતમાં જ કહ્યું હતું કે ભારતને આ વખતે આૅસ્ટ્રેલિયામાં પહેલી વાર સિરીઝ જીતવાનો બહુ સારો મોકો છે. એ તો ઠીક, પણ ખુદ આૅસ્ટ્રેલિયાના જ કેટલાક ભૂતપૂર્વ પ્લેયરોએ પણ કહેલું કે ભારતીયો આ વખતે શ્રેણી જીતીને પાછા જશે તો નવાઈ નહીં લાગે.
આપણે અમુક અંશે બૅટિંગના જાર પર અને મોટા ભાગે બોલિંગ-તાકાતના બળ પર આૅસ્ટ્રેલિયામાં સફળ રહ્યા, પરંતુ ઉપર આપણે જે રેકાર્ડ વિશે જાણી ગયા એ શક્્ય બનવા પાછળ કેટલાક મહત્વના કારણો છે. પહેલી વાત તો એ છે કે આૅસ્ટ્રેલિયનો દાયકાઓથી મોટા ભાગે સ્લેજિંગ અને માઇન્ડ-ગેમની મદદથી જ જીતતા આવ્યા છે. આપણે જાણીએ જ છીએ કે વન-ડેના અગિયાર વર્લ્ડ કપમાંથી પાંચમાં આૅસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું છે. એમાં પણ તેમના સ્લેજિંગ અને માઇન્ડ-ગેમના મોટા યોગદાનો રહ્યા છે.
વર્ષોથી તેમની પાસે વર્લ્ડ ક્લાસ પ્લેયરો રહ્યા છે એની ના નહીં, પણ તેમનો ભૂતકાળ બોલે છે કે મુકાબલા દરમિયાન પોતાને જેવા પરાજયની દિશામાં જતા જુએ કે તરત તેઓ હરીફ ખેલાડીઓને રંજાડવાની શરૂઆત કરી દેતા હતા. આૅસ્ટ્રેલિયનોમાં એ સ્લેજિંગનું પ્રમાણ હવે નહીંવત્છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)એ વિશ્ર્વભરના ખેલાડીઓને મિત્રતાની દૃષ્ટિએ એકમેકની વધુ નજદીક લાવી દીધા છે એ હકીકત છે, પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ખેલાડીઓના અનિચ્છનીય વર્તનની બાબતમાં વધુ સજાગ બની છે અને જેવો કોઈ ખેલાડી હરીફને ટોણા મારવાની શરૂઆત કરે કે બે હરીફ પ્લેયરો એકમેક પર શાબ્દિક તીર છોડવા માંડે એટલે અમ્પાયરો તરત તેમને બોલાવીને મામલો ઠંડો પાડી દે છે તેમ જ તેમને ઠપકો અને ચેતવણી પણ આપી દે છે. આ સ્થિતિને લીધે કાંગારુંઓને હવે સ્લેજિંગનું શસ્ત્ર બહુ વાપરવા નથી મળતું. એ તો ઠીક, પણ સિરીઝ કે મૅચ પહેલાં રિકી પાન્ટિંગ અને માઇકલ ક્લાર્કના સમયમાં હરીફો સામે જે માઇન્ડ-ગેમ રમાતી હતી એ પણ હવે નથી જાવા મળતી.
આૅસ્ટ્રેલિયનો હવે આસાનીથી જીતી નથી રહ્યા એનું બીજું મોટું કારણ એ છે કે સ્ટીવ સ્મિથ તથા ડેવિડ વાર્નર પરનો ૧૨ મહિનાનો પ્રતિબંધ તેમને બહુ વસમો લાગી રહ્યો છે. આૅસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેમના પર બૅન મૂકતા મૂકી તો દીધો, પણ એનું પરિણામ એના ક્રિકેટરોએ ટેસ્ટના રૅન્કિંગમાં છેક પાંચમા નંબર પર ઊતરીને અને વન-ડેમાં છઠ્ઠા સ્થાને ગબડીને ભોગવવું પડ્યું છે. ટી-ટ્‌વેન્ટીમાં પણ તેઓ ટાપ-થ્રીમાં નથી. બાલ સાથે ચેડાં કરવાનું સ્મિથ-વાર્નર માટે એટલું બધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે કે તેમણે ‘મેદાનની બહાર બેસીને’ આૅસ્ટ્રેલિયાને ઉપરાઉપરી સિરીઝોમાં પરાસ્ત થતી જાવી પડી છે. છેલ્લા નવથી દસ મહિનામાં ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ૩-૧થી, પાકિસ્તાને ૧-૦થી અને ભારતે ૨-૧થી કાંગારુંઓને હરાવ્યા તો વન-ડેમાં તેમણે ઇંગ્લૅન્ડ સામે સતત બે સિરીઝ તથા સાઉથ આફ્રિકા અને ભારત સામે એક-એક શ્રેણી હારવી પડી છે. આૅકટોબર ૨૦૧૮માં ટી-ટ્‌વેન્ટીમાં તો પાકિસ્તાને આૅસ્ટ્રેલિયાને ૩-૦થી ધમરોળી નાખ્યું હતું અને પછી સાઉથ આફ્રિકનો સામે પણ કાંગારુંઓ શ્રેણી હારી ગયા હતા.
ભારતીય ક્રિકેટરો માટે ૨૦૧૮નું વર્ષ બહુ સારું ગયું અને ૨૦૧૯ની શરૂઆત પણ ખૂબ સુંદર થઈ છે. જાકે, હવે આૅસ્ટ્રેલિયાના પાડોશી (ન્યૂ ઝીલૅન્ડ)ને એની જ ધરતી પર હરાવવાનું છે. આશા રાખીએ મહેન્દ્રસિંહ ધોનીએ ઍરોન ફિન્ચ ઍન્ડ કંપની સામેની છેલ્લી બે વન-ડેમાં મૅચ-ફિનિશરની ભૂમિકા ભજવી ફરી પોતાનો અસલ ટચ બતાડ્યો એ પરંપરા તે ન્યૂ ઝીલૅન્ડમાં પણ જાળવી રાખશે. તેણે બૅટિંગમાં એક છેડો સંભાળવાનો રહેશે અને વિકેટકીપિંગમાં સ્ટમ્પ્સની પાછળનો બોજ ખમવાનો રહેશે. બાકી બધુ વિરાટ કોહલી સંભાળી લેશે. આ ‘ગુરુ-ચેલા’ની જાડી અને કોચ રવિ શાસ્ત્રીને ગણીએ તો તેમની ત્રિપુટી ન્યૂ ઝીલૅન્ડ સામે અને ફેબ્રુઆરીમાં ભારત આવનારા આૅસ્ટ્રેલિયનો સામે ભારતને વિજયી દિશામાં જ જાળવી રાખશે તો આઇપીએલના તમાશા પછી વન-ડે વર્લ્ડ કપનો ત્રીજા તાજ આપણા કબજામાં આવી જ ગયો સમજો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY