હળવદમાં મોટરસાયકલ પર દારૂનો જથ્થો લઈને નીકળેલો શખ્શ ઝડપાયો
મોરબી :હળવદ પોલીસે પાકી બાતમી આધારે મોટરસાયકલમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી લઈને તેની પાસેથી વિવિધ બ્રાંડની ઈંગ્લીશ દારૂની ૫૮ બોટલનો મુદામાલ જપ્ત કર્યો છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ હળવદ પીઆઈ એમ આર સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી જી પનારા, યોગેશદાન ગઢવી, ચંદુભાઈ ઇન્દરીયા, મુમાંભાઈ કલોત્રા, ગંભીરસિંહ ચૌહાણ, ભરતભાઈ રબારી, કિરીટભાઈ જાદવ, દેવેન્દ્રસિંહ ઝાલા અને વિપુલભાઈ ભદ્રાડીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય
દરમિયાન હળવદ લક્ષ્મીનારાયણ ચોકમાં રહેતો વૈભવ ઉર્ફે વીકી નામનો શખ્શ મોટરસાયકલમાં દારૂની હેરાફેરી કરતો હોય જે બાતમીને આધારે વોચ ગોઠવી આરોપી વૈભવ ઉર્ફે વિક્કી રાજુભાઈ આચાર્યને એકી બોટલ દારૂ સાથે ઝડપી લેતા પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો પ્રયાગ રાજુભાઈ આચાર્યના ઘર પાછળ રાખેલ હોવાની કેફીયત આપી હતી અને વિવિધ બ્રાંડની ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૫૮ કીમત રૂ ૧,૫૨,૩૦૦ તેમજ મોટરસાયકલ કીમત રૂ ૨૦ હજાર સહીત કુલ રૂ ૧,૭૨,૩૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપી ધવલ નરેન્દ્રભાઈ શુક્લ અને પ્રયાગ ઉર્ફે ગરમ રાજુભાઈ આચાર્ય રહે બંને હળવદ વાળાના નામ ખુલતા તેની સામે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હત્થ ધરી છે
મયુર રાવલ હળવદ
M, 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



