ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક જનસંઘ વખત થી ભારતીય જનતા પાર્ટી સંગઠનની વિવિધ જવાબદારીઓ સંભાળી વર્તમાનમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રભારી તરીકે જવાબદારી સંભાળતા શ્રી બીપીનભાઇ દવે નો તારીખ:-14/10/56 ના રોજ જન્મ થયો હતો આજરોજ બીપીનભાઇ દવે પોતાના જીવનના 62 વર્ષ પૂર્ણ કરી 63 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે બીપીનભાઇ એ યુવાન વયે નગરપાલિકાના સભ્ય,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય,પીપલ્સ બેંક માં ડાયરેક્ટ થી લઈને એસટી નિગમના ડિરેકટર સુધી ની જવાબદારી નિષ્ઠાપૂર્વક સંભાળી ચૂક્યા છે બીપીનભાઇ દવે સંગઠનમાં તાલુકા ભાજપના મહામંત્રી થી લઈને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે 2 ટર્મ જવાબદારી જવાબદારી નિભાવી ત્યારબાદ નવનિયુક્ત મોરબી જિલ્લાના પ્રથમ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી અને અત્યારે કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે બીપીનભાઇ દવેને બધા જ લોકો પ્રેમથી બિપિનદાદા ના નામથી ઓળખે છે બીપીનભાઇ તેમના સરળ સ્વભાવ,સેવા ભાવના તથા રાષ્ટ્રહિત પ્રથમ ના મંત્ર સાથે કામ કરતા હોય ત્યારે કોઈ પણ કુદરતી આફતના સમયે અથવા કોઈ દુર્ઘટના કે અકસ્માત સમયે પોતે પોતાની જવાબદારી સમજી પોતે સેવા કરતા આવ્યા છે યુવાન વયથી જ બિનવારસી લાશની અંતિમવિધિ સાથી કાર્યકર્તાઓ સાથે મળીને કરતા આવ્યા છે છેવાડાના લોકોને પડતી મુશ્કેલી હોય તેમના સુધી વાત પહોંચે એટલે તે સમસ્યાનો ઉકેલ કરવા હર હંમેશ પ્રયત્નશીલ હોય છે સાદગીપૂર્વક જીવન જીવવું તે તેમની આગવી ઓળખ છે

શ્રી બીપીનભાઇ દવે ને ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી માનનીય શ્રી વસંતભાઈ ગજેન્દ્ર ગડકર જી, માનનીય શ્રી નાથાભાઈ ઝગડા, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનનીય શ્રી સંજયભાઇ જોશી, માનનીય શ્રી સુરેશભાઈ ગાંધી, અને હાલના સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા સહિત સૌ વડીલોના માર્ગદર્શન હેઠળ સંગઠનમાં કામ કરવાની તક મળી છે
શ્રી બીપીનભાઇ દવે ને તેમના મોબાઈલ નંબર 98255 21239 પર વડીલો મિત્રો શુભચિંતકો શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




