ક્યારેક પૂછાતુ હતુ નહેરુ પછી કોણ…? દેશ આજે પણ ચાલી રહ્યો છે…!

0
22

દેશ અને દુનિયા સદીઓથી ચાલી રહી છે. ભારતમાં કોઇ જમાનામાં આજથી કાંઇક વધારે ચિંતાગ્રસ્ત નેતાઓની જેમ સવાલ પૂછવામાં આવતો હતો કે નહેરુ નહીં હોય તો આ દેશનું શું થશે…!? નહેરુથી પહેલા અને નહેરુના પછી પણ ભારત ચાલી રહ્યો છે. સતત ચાલી રહ્યો છે. કેમ કે ભારત એક સંસ્થા છે તે કોઇ વ્યÂક્તને આધારિત નથી. દુનિયાને જીતવા નિકળેલા મહાન સિકંદર અને ભલભલા તિસ્મારખાં બે ગજ જમીનની નીચે આરામ કરી રહ્યા છે. ભારત ઉપર લગભગ ત્રણસો વરસ રાજ કરનાર બ્રિટન આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહ્યો છે. બ્રેકિજટથી બ્રિટન ધ્રૂજી ગયું છે. આજે ભારતના કેટલાક નેતાઓ લોકોને કહી રહ્યા છે કે વર્તમાન વડાપ્રધાન ફરીથી વડાપ્રધાન ના બને કે બનાવવામાં નહીં આવે તો ભારતમાં અંધાધૂંધી ફેલાઇ જશે…! ન જાણે ભારતનું શું થશે. આવી વાતો ફેલાવીને લોકોને ભ્રમિત કરવાનો કોઇ સુનિયોજીત પ્રયાસ તો નથી ને…? આવો જા કોઇ સવાલ કરે તો વાત વ્યાજબી છે. ૨૦૧૪ પહેલાં પણ ભારત ચાલી રહ્યો હતો અને જેના કારણે પ્રકાશ જાવડેકર મંત્રી બન્યા તેમના શાસનકાળમાં પણ ભારત ચાલ્યુ અને ચાલી રહ્યો છે. અને આગળ પણ ચાલશે. જા કોઇ વ્યકિત વિશેષ ફરીથી પ્રધાનસેવક ના બને તો પણ….
અસલમાં દેશ ઉપર કોણ રાજ કરશે તેનો ફેંસલો મતદાતાઓના હાથમાં છે. ભારતના આજના મતદાતાઓ પહેલા કરતા વધારે જાગૃત છે. ૨૦૧૪માં આજ મતદાતાઓને હુ તમારી તકદીર બદલવા આવ્યો છું બધા દુઃખોની દવા મારી પાસે છે. બસ એકવાર તમારી સેવાનો મોકો આપો પછી જુઓ તમને અને ભારતને ક્યાંથી ક્યાં લઇ જાવ છું…આવી વાતો-વાયદાઓ સાંભળીને મોકો આપ્યો. પાંચ વર્ષમાં કેટલાઓની તકદીર બદલાઇ. ભારત કેટલું આગળ પહોંચ્યું તેનું આંકલન કરવાની ક્ષમતા આજના ભારતના મતદારો રાખે છે. મતદાતાઓને જ લેખાજાખાં કરવા દો કોઇ વ્યકિત વિશેષ નહિ હોય તો ભારતમાં અંધાધૂંધી ફેલાઇ જશે. દેશ બરબાદ થઇ જશે આવી વાતો કરી લોકોને ડરાવો નહિ મંત્રીજી,લોકો પહેલાથી જ ડરેલા છે અને જા આ જ વ્યકિત વિશેષ ફરી વાર આવ્યા તો શું થશે ભારત…? એવા સવાલ કરી રહ્યા છે.
આમ જાવામાં આવે તો મંત્રીજીએ જે વ્યકિત વિશેષ ના માટે આ કહ્યું તેઓ ઘણા જ બુધ્ધિશાળી છે. મંત્રીથી વધુ દુનિયા જાઇ છે. અનુભવી છે. તેઓ ઇતિહાસ ભણ્યા છે. દુનિયા મુઠ્ઠીમાં કહેવાવાળા કાર્લો દુનિયા છોડી ગયા છે. તેઓ પોતે કહે છે પોતાનાથી મોટો પક્ષ અને પક્ષથી મોટો દેશ હોય છે. તેમણે પોતે જ કાર્યકારિણીમાં કહ્યું હતું કે એક હવા ફેલાવવામાં આવે છે કે હું આવીશ તો બધા જીતી જશે. પણ હું એકલો આ નથી કરી શકતો. બધાને મળીને જીતવું પડશે. જ્યારે વ્યકિત વિશેષને પોતાના પર નહીં કાર્યકર્તાઓ પર જાર દઇ રહ્યા છે ત્યારે મંત્રીજી તમો અંધાધૂંધીની વાતો ફેલાવીને વ્યકિત વિશેષને ચણાના ઝાડ ઉપર ચડાવવાના શા માટે પ્રયત્નો કરી રહ્યા છો….? મેહરબાની કરીને આવી વાતો ના કરો. સરકારે લોકોનુ ભલુ કર્યું હશે. લોકોની તકદીર બદલી હશે,સામાન્ય લોકોમાં ખુશહાલી હશે તો ભાજપના ઘર ઉપર ફરીથી દિવાળી જશે…!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY