
ન્યુ દિલ્હી,
તા.૩/૪/૨૦૧૮
કોઈ પણ નેતા પીએમ બની શકે જા તેમની પાસે સંખ્યા બળ હોય
પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા સત્રુગ્ન સિન્હા આજે ફરી એક વખત આક્રમક અંદાજમાં જાવા મળ્યા. એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં સત્રુગ્ન સિન્હાએ કહ્યું કોઈપણ પાર્ટી માટે એ જાણવું જરૂરી છે કે વ્યક્ત કરતા પાર્ટી મોટી અને પાર્ટી કરતા દેશ મોટો હોય છે. તેમણે કહ્યું મોદી સામે કોઈ ટકી શકે એ કહેવુ હાલ મુશ્કેલ છે. કોઈપણ નેતા પીએમ બની શકે છે જા તેમની પાસે સંખ્યા બળ હોય.
સત્રુગ્ન સિન્હાએ કહ્યું હું હંમેશા સરકારની ટીકા નથી કરતો. હું હંમેશા સત્ય કહેવા માટે બદનામ છું. નોટબંધીથી લોકો બરોજગાર થયા તો કહ્યું, જા જીએસટીથી કોઈ ફાયદો નથી તો કેમ લાગૂ કર્યું? ક્યાં દેશને ફોલો કરી રહ્યા છીએ? આધાર નિરાધાર હશે તો કહીશ, આજે પણ કોર્ટ તરફથી કોઈ પરિણામ નથી આવ્યું તો પણ આરટીઆઈ કરવા માટે પણ આધાર જરૂરી કેમ?
સત્રુગ્ન સિન્હાએ કહ્યું મોદી સામે કોઈ ટકી શકે એ કહેવુ હાલ મુશ્કેલ છે. કોઈપણ નેતા પીએમ બની શકે છે જા તેમની પાસે સંખ્યા બળ હોય. જનતા વચ્ચેથી જીતીને આવે છે. સત્રુગ્ન સિન્હાએ કહ્યું લોકો કહિ રહ્યા છે કે આગામી ચૂંટણીમાં ૧૦૦ અથવા ૧૫૦ બેઠકો ઓછી મળશે. જા માની લેવામાં આવે કે ઓછી બેઠકો મળશે તો કોણ પીએમ બનશે? જા ઓછી બેઠકો મળશે તો નવા સમીકરણો બનશે, નવું નેતૃત્વ આવશે, નવા વિચારો આવશે, બધું જ નવું હશે.
સત્રુગ્ન સિન્હાએ કહ્યું જ્યારે હું કોઈના વખાણ કરૂ છું તો તેનો મતલબ એવો નથી કે અમારા વિરોધી અમારા દુશ્મન નથી. હું માયાવતીનો આભારી છું, અખિલેશ નાની ઉમરમાં સારૂ કરી રહ્યા છે. જે આપણા આદરણીય નેતાઓ છે તેઓ કોઈપણ પાર્ટીના હોય સારાને સારૂ કહેવું જાઈએ. હું તેજસ્વીને મળ્યો હતો સમજદારી સાથે તેઓ પરિસ્થતિને સંભાળી રહ્યા છે. લાલૂ યાદવને કોર્ટમાંથી જલ્દી રાહત મળે તે માટે પ્રાર્થના કરૂ છું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"