કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં દેશના ૪૦ થી વધુ જવાનો શહીદ થઈ ગયા પછી કેન્દ્ર સરકારના કહેવાથી કાશ્મીરના પાંચ નેતાઓની સુરક્ષા પાછી લઇ લેવામાં આવી કે જે નેતાઓ ભારતના દુશ્મન પાકિસ્તાનની સાથે દોસ્તી રાખતા હતાં ભારતનું અભિન્ન અંગ જમ્મુ કાશ્મીરને બહારથી અલગ કરવા ચાહતા હતા કાશ્મીરમાં શાંતિનો માહોલ ના બને તેના પ્રયાસ કરતા રહેતા હતા આ અલગતાવાદી નેતાઓ માં મીરવાઈઝ ઉમર ફારૂક, અબ્દુલ ગની બટ, બિલાલ લોન વગેરે છે બિલાલ લોન પીપલ્સ કોન્ફરન્સેના એક મોટા નેતા છે અને કે સજ્જાદ લોન ના મોટાભાઈ છે જે સજ્જાદ લોન ની સાથે મળીને ભાજપએ પીડીપી પછી સરકાર બનાવવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે આવું થવા ન દીધું અને તેના પછી તેમણે એવું નિવેદન આપ્યું કે કેન્દ્ર સરકાર હવે તેમને રાજ્યપાલ ના પદ પર રાખવામાં આવે કે દૂર કરવામાં આવી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કદાચ જાણતા હશે કે સજ્જાદ લોનનો મોટો ભાઈ બિલાલ પાકિસ્તાન સાથે દોસ્તી રાખે છે
આ સરકારના સમયમાં પઠાણકોટ એર બેઝ પર હુમલો થયો ઉરીમા સીઆરપુના કેમ્પ ઉપર હુમલો થયો જેમાં લગભગ ૧૮ જવાન માર્યા ગયા હતા નાગરોટામાં હુમલો થયો ત્યારે પણ આ ભારત વિરોધી દેશદ્રોહીઓને સુરક્ષા મળી રહી હતી કે શું….? દેશવાસીઓ ને તો એવું લાગી રહ્યું હતું કે પઠાણકોટ અને ઉરી જેવા મોટા હુમલાઓ પછી આ નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હશે પરંતુ પુલવામાં આતંકી હુમલા પછી સરકારે ઘોષણા કરી કે પાંચ મોટા અલગતાવાદી નેતાઓની આપેલ સુરક્ષા હટાવી દેવામાં આવી છે એટલે કે પાકિસ્તાનથી દોસ્તી રાખવા વાળા આ નેતાઓની સુરક્ષા ભારતના જવાનોદ્વારા કરવામાં આવી રહી હતી અને એ જવાનોના જીવ આ નેતાઓના દોસ્ત પાકિસ્તાને લીધા પઠાણકોટ અને પુરી પછી આ નેતાઓની સુરક્ષા શા માટે રાખવામાં આવી હતી…..? આવા દેશદ્રોહીઓની સુરક્ષાની પાછળ વર્ષે દહાડે ૧૦ કરોડ થી વધુ ખર્ચ સરકાર કરી રહી છે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં રજૂ થયેલ એક જાણકારીમાં આ ખુલાસો થયો કે આ નેતાઓની પાછળ કેટલો ખર્ચ થઈ રહ્યો છે
પુલવામાં આતંકી હુમલામાં ભારતના ૪૪ થી વધુ જવાનો શહિદ થઈ ગયા છે આ જવાનો ની સાથે લગભગ અઢી હજાર જવાનોને સડક ના રસ્તે શ્રીનગર લઈ જવામાં આવી રહ્યા હતા આવી જાણકારી નો ખુલાસો થઈ રહ્યો છે કે આ જવાનોને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ સુધી પહોંચાડવાને માટે સી આર પી એફ એ સરકારથી હેલિકોપ્ટર માગ્યા હતા પરંતુ તેમને હોલિકોપ્ટર આપવામાં ના આવ્યા આ જવાનો ને વિમાનો દ્વારા લઈ જઈ શકાતા હતા પરંતુ આવું કેમ ના થયું….? અલગતાવાદી નેતાઓની સુરક્ષા માટે ૧૦ કરોડ ખર્ચો થઈ શકે છે તો દેશના જવાનોને માટે એરલિફ્ટગ માટે હેલિકોપ્ટર કે વિમાન ની વ્યવસ્થા થઈ શકતી ન હતી…..? કોઈ નેતાને માટે વિમિન ભાડા પર લેવા માટે ૪૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે તો જવાનોને સુરક્ષિત લઈ જવા માટે એરલિફ્ટીગનો ખર્ચો સરકાર શા માટે ના કરી શકે….? કેટલાક સવાલો લોકોના દિલ અને દિમાગમાં ઘૂમરાઈ રહ્યા છે અગર જા આ સવાલ કોઈ કરે તો તેને દેશદ્રોહી કહી દેવાની એક ફેશન બની ગઇ છે દેર આયે દુરસ્ત આયે ની જેમ સરકારે પાકિસ્તાનથી દોસ્તી રાખવા વાળા નેતાઓની સુરક્ષા પાછી ખેચી લેવાનું કામ ઘણું સારું કર્યું છે હવે કાશ્મીરને મળેલ વિશેષ દરજ્જો કલમ ૩૭૦ હટાવવામાં આવવી જાઈએ અને જે નેતા કે પક્ષ તેનો વિરોધ કરે તેને દેશદ્રોહી જાહેર કરવામાં આવે સુરક્ષા હટાવી દીધી હવે કલમ ૩૭૦ પણ હટાવી દેવી જાઈએ કે હટાવવી પડશે ભાજપ આ તારો વાયદો હતો હિન્દુસ્તાનથી બીજું કાંઈ કરો કે ના કરો દેશને માટે આટલુતો કરો બધી સમસ્યાનો અંત આવી જશે ત્યારે કાશ્મીરમાં હિન્દુસ્તાનના બીજા રાજ્યના લોકો ત્યાં જઈને વસી શકે છે કહો સાહેબ ક્યારે હટશે કલમ ૩૭૦…..?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


