જયપુર,તા.૧૮
રાજસ્થાનના જયપુરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા અંગે જણાવ્યુ કે, હુમલામાં શહીદ થયેલા જવાનના પરિવાર સાથે પર્વતની જેમ સાથે ઊભો છે. મોદી સરકાર આ જવાનોના બલીદાનને વ્યર્થ જવા નહી દે. અમિત શાહે કહ્યું કે, આતંકવાદીઓને તેની ભાષામાં જવાબ આપવાની તાકાત મોદી સરકારમાં છે.
સરકાર સેનાને વધારે મજબૂત કરવા માટે કે પછી ગોળીનો જવાબ ગોળીથી આપવા હમેશા સક્ષમ છે. ભારતે અત્યાર સુધી ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી. સરકાર સેનાના જવાનના બલિદાનને વ્યર્થ જવા નહી દે. તેનો હિસાબ લેવામાં આવશે.
અમિત શાહે વધુમાં જણાવ્યુ કે, વિપક્ષી પાર્ટીઓ ગઢબંધનના નામ દેશની જતના સાથે છેતરપિંડી કરી રહી છે. વિપક્ષ પાસે કોઈ નેતા કે નીતિ પણ નથી. આ ગઠબંધન સ્વાર્થનુ છે જ્યાં રોક એક પીએમ જાવા મળે છે. અમિત શાહે કહ્યું કે, દેશમાં ગઠબંધનની સરકાર આવશે તો લીડર નહીં પણ ડીલર દેશને ચલાવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



