ચુંટણી પરિણામો પછી કોઈ જીતશે અને કોઈ જીતેલને પદ છોડવા પડશે

0
6

ભાજપમાં કાર્યકરો ચુંટણી પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યા છે .” ભાજપના એક નેતાએ ફોન પર આ વિધાન કર્યું . નેતાને દોઢ ડાહ્યા એ કહ્યું કે પરિણામોની રાહ તો કાર્યકરો જ નહિ તમામ પાર્ટીના નેતાઓ અને ગુજરાતની ૬ કરોડની જનતા પણ જુએ છે . સૌ કોઈને ઇન્તેજારી છે .
નેતાએ વળખાતા કહ્યું “ અરે ભાઈ એવું નથી . અમારા કાર્યકરોને કોણ જીતશે – હારશે એમાં રસ ઓછો છે . એમને તો પરિણામો પછી જીતેલા કોણ કોણ નેતાઓ મંત્રીઓ – મુખ્યમંત્રીના પદ છીનવાશે તેમાં રસ છે . પાર્ટીમાં કાનફુસી ચાલી રહી છે કે પરિણામો પછી ૬ જેટલા મંત્રીઓ ઘર ભેગા થવાના છે . તો કોઈ એવું પણ કહે છે કે મુખ્યમંત્રી બદલાશે . એટલે કે આખી સરકાર જ બદલાઈ જશે . તો વળી કોઈ દબાતા અવાજે એવું પણ કહે છે કે ગૃહમંત્રી પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ ગૃહમંત્રી થવાના છે . એટલે જલદીથી પરિણામો આવે એટલે ગુજરાતમાં આતુરતાનો અંત આવે તેની પ્રતીક્ષા છે .”
મિત્રને કહ્યું કે તમારા સંવેદનશીલ વિજય રૂપાણી રોજે રોજ નવી નવી જાહેરાતો કરે છે . પીવાના પાણીની ગુજરાતમાં કોઈ જ સમસ્યા નથી એવી ‘ સબ સલામત ’ ની દાંડી પીતાવે છે . અને તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ થી લઈને તમારા વોર્ડ પ્રમુખો પણ કહે છે કે ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો આવવાની છે. પછી મુખ્યમંત્રીના પદને કોઈ જાખમ હોવું જાઈએ નહિ .
મિત્રએ કહ્યું “ યાર , તમે પત્રકાર થઈને આવી વાત કરો છો ! કેટલી બેઠક આવશે એ અમારા કરતા તમને વધુ ખબર હોય છે . અને સંવેદનશીલ મુખ્યમંત્રી ના રાજ્યમાં ગામડાઓમાં પાણીની હાડમારી કેવી છે , એ તમે મિડિયા વાળા રોજે રોજ જગજાહેર કરો છો . અમે પ્રચાર – પ્રસારમાં નંબર વન છીએ ,એટલે પ્રજા જે હેરાન થાતી હોય એમને અમારા ઉપર કેટલો વિશ્વાસ બેસે ! આ બધું ચુંટણી પછી કેટલાક નેતાઓ જ સામે લાવશે . તમે જાયા કરો ભાજપમાં હવે આગળ શું શું થાય છે ! પહેલાં શિસ્ત કેટલી હતી અને હવે કેટલી રહી છે , એ હવે છાનું રહ્યું નથી . મોકો મળે એટલે સૌ કોઈ દાવ લઇ જ લેતા હય છે . સંગઠન હોઈ કે સરકાર ભાજપના બધા જ જૂથો પાવરફુલ છે . ક્યારે કોનો ઘાટ થઇ જાય છે તે નક્કી નહિ . અને માટે જ અમે પરિણામોની પ્રતીક્ષા વધુ કરીએ છીએ .”
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સહુથી મોટી જોક–“ અશિસ્ત ચલાવી ની લેવાય ”
ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોની ચુંટણી પૂર્ણ થતાં જ કોંગ્રેસમાં વાડ ફરિયાદનો ધોધ શરુ થઇ ગયો છે . કોણે કામ ન કર્યું , અને કોણે પક્ષ વિરોધી કામ કર્યું , તેની ફરિયાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને પ્રભારી સમક્ષ થવા લાગી છે . પત્રકારોએ પ્રદેશ પ્રમુખને આવી ફરિયાદો અંગે પૂછ્યું તો જવાબ મળ્યો “ હા ફરિયાદો મળી છે , પરંતુ આ વખતે તપાસ કરીને જેમણે પણ અશિસ્ત આચરી હશે તે તમામ સામે પગલા લેવામાં આવશે . હવે અશિસ્ત જરા પણ ચલાવી લેવામાં નહિ આવે , કોણે કયા શું કામ કર્યું છે , તેનો હિસાબ માંગવામાં આવશે , પુરાવા આધારિત ખુલાસા કરવા પડશે .”
આ વિધાનને કોંગ્રેસ કાર્યાલય માં જ બેસતાં અને કોંગ્રેસની જ ચા પીતા નેતાએ વર્ષની સહુથી મોટી જોક ગણાવી . તેમણે ખાનગીમાં નહિ , પણ જાહેરમાં અને અવાજ દબાવ્યા વિના જ કહી દીધું કે “ કોંગ્રેસનો ઈતિહાસ તપાસી લો , આજદિન સુધીમાં ગમે તેવી અશિસ્ત આચરનાર સામે ક્યારેય કોઈએ પગલાં લીધા છે ? અને પગલા લેવાની સત્તા પ્રદેશ પ્રમુખને છે ખરી ? જો અશિસ્ત સામે પગલા લેવાયા હોત તો આજે આઘવજી ભાઈ પટેલ ભાજપમાં નહિ કોંગ્રેસના ધારાસભ્ય હોત , અને હજુ પણ પરિણામો પછી એક વરસ સુધી હારેલા ઉમેદવારો રજુઆતો કરતા રહેશે ને પ્રદેશ પ્રમુખ કહ્‌સુ જ કરી શકશે નહિ . કેટલાંક પક્ષ છોડી દેશે છતાં પગલા નહિ લેવાય .”
બોલો જાહેરમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે જ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ આવું બોલનાર સામે કોઈ પગલાં લેવાની સત્તા પ્રદેશ પ્રમુખ ને ના હોય તો ઉમેદવાર વિરુદ્ધ કામ કરનારા સામે શું પગલા લેવાશે ?
દરેક ચુંટણી પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે પરાજયની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવાની એક પરંપરા ઉભી થઇ છે . આ પરંપરા ૨૦૧૯ માં આગળ ચાલે છે કે કેમ તે જાવાનું રહેશે . જોકે ૨૦૧૪ માં એક પણ બેઠક કોંગ્રેસને મળી ન હતી , છતાં પ્રદેશ પ્રમુખ લાંબો સમય રાજીનામાં સાથે ચાલુ રહ્યા હતા . હવે ૨૦૨૨ ની ચુંટણી પહેલા નવા પ્રદેશ પ્રમુખ આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY