લોકસભા ચૂંટણીઃ દિલ્હી અને વલસાડની બેઠક વચ્ચે સમાનતા છે

0
34

ગુજરાતના દક્ષિણ છેડે આવેલી લોકસભાની બેઠક છે વલસાડ. વલસાડ બેઠક પરથી ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર ડા. કે. સી. પટેલ જીતી ગયા. આગલી ચૂંટણીમાં ૨૦૦૯માં તેમના ભાઈ ડૉ. ડી. સી. પટેલને ભાજપે ટિકિટ આપી હતી. તેમણે કોંગ્રેસના કિશન પટેલને ટક્કર સારી આપી હતી, પણ જીતી શક્યા નહોતા. આ વખતે ૨૦૧૯માં પણ ફરી કે. સી. પટેલને ટિકિટ અપાઈ છે. આ વખતે ફરી તેમના ભાઈ ડી. સી. પટેલે વિરોધ કર્યો છે. બે ભાઇઓ વચ્ચેના ઝઘડાને કારણે આ બેઠક ચર્ચાસ્પદ બની છે એવું નથી. કોંગ્રેસી જીતુ ચૌધરીને ટિકિટ આપી છે અને કિશન પટેલને ફરીથી ના ઉતાર્યા તેના કારણે પણ ઝઘડો થયો છે. તેના કારણેય બેઠક ચર્ચામાં છે એવું નથી.
બેઠક ચર્ચામાં હોવાનું કારણ ગુજરાતના રાજકારણમાં રસ લેનારા મોટા ભાગના લોકોને ખબર છે. આ બેઠક વિશે એવી છાપ પડેલી છે કે અહીંથી જે પક્ષનો સાંસદ જીતે, તે પક્ષને દિલ્હીમાં સત્તા મળે. ૨૦૦૪ અને ૨૦૦૯માં કિશન પટેલ જીત્યા અને કોંગ્રેસને સત્તા મળી હતી. વાજપેયી ત્રણ વખત વડાપ્રધાન બન્યા ત્યારે (૧૯૯૬, ૧૯૯૮, ૧૯૯૯) ત્રણેય વખતે ભાજપના ઉમેદવાર અહીંથી જીત્યા હતા. જાકે ૧૯૯૬માં વાજપેયી સરકાર માત્ર ૧૩ દિવસ ચાલી હતી અને તે પછી દેવે ગોવડા વડાપ્રધાન બન્યા હતા. ૧૯૭૭માં જનતા પાર્ટી અને ૧૯૮૯માં જનતા દળની સરકાર બની ત્યારે પણ આ બેઠકમાં પરિવર્તન આવેલું અને તે પક્ષના ઉમેદવાર જીત્યા હતાં.
દિલ્હી પશ્ચિમની બેઠકમાં પણ ૧૯૭૭માં પ્રથમ વાર પરિવર્તન આવ્યું અને જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા. જોકે તે વખતે આ બેઠકનું નામ દિલ્હી પશ્ચિમ નહોતું. બાહરી દિલ્હી અને દિલ્હી દક્ષિણ બે બેઠકોમાં આ મતવિસ્તાર વહેંચાયો હતો. બંનેની થોડી થોડી વિધાનસભા બેઠકો એકઠી કરીને તેમાંથી ૨૦૦૯થી આ નવી દિલ્હી પશ્ચિમ બેઠક બની છે. ૨૦૦૯માં કોંગ્રેસને અને ૨૦૧૪માં ભાજપને આ બેઠક મળી.
દિલ્હી પશ્ચિમ બેઠક બીજી રીતે પણ અભ્યાસ કરવા લાયક બની છે. મુંબઇ અને દિલ્હી જેવા મહાનગરોમાં બહારથી સતત લોકો કામ શોધવા આવતા રહે છે. દ્વારકા, જનકપુરી, રાજારી ગાર્ડન, નઝફગઢ અને નાંગલોઈ નવા વિકસેલા અને વિકસી રહેલા વિસ્તારો છે. તેમાં બહારના રાજ્યોમાંથી આવતા લોકો વસે છે. પંજાબ, હરિયાણા, યુપી અને બિહારના વતનીઓ અહીં મોટા પાયે જાવા મળે છે. બીજું બાહરી દિલ્હીના વિસ્તારો આમાં જાડાયેલા હતી, તેથી પૂર્ણ શહેરી વિસ્તાર નથી. દિલ્હીના બીજા વિસ્તારોમાં જાવા મળતી સમૃદ્ધિ પણ અહીં જાવા મળતી નથી. નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ જ વધારે જાવા મળે છે. મધ્યમ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ ઓછો જાવા મળે. જૂની જમીનો વેચીને ઉચ્ચ મધ્યમ વર્ગ બનેલા લોકોની માનસિકતા પણ મૂળભૂત રીતે નિમ્ન મધ્યમ વર્ગની જ રહે.
વલસાડનો ઇતિહાસ બહુ લાંબો છે, ૧૯૫૭થી આ બેઠક બનેલી છે, જ્યારે દિલ્હી પશ્ચિમ ૨૦૦૯માં જ બની છે. ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૧ અને ૧૯૭૭માં પણ નાનુભાઈ પટેલ સતત જીત્યા હતા. ફરક એટલો કે ૧૯૭૭માં તેમનો પક્ષ બદલાઈ ગયો હતો. કટોકટી પછી આવેલી ચૂંટણીમાં જનતા મોરચો બન્યો હતો, ત્યારે તેઓ જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા હતા. એટલું જ નહિ ૧૯૭૧માં તેઓ જીત્યા ત્યારે સંસ્થા કોંગ્રેસમાંથી જીત્યા હતા, જ્યારે સત્તા ઇન્દિરા કોંગ્રેસને મળી હતી. એટલે આમ તેને એક અપવાદ ગણવો જાઈએ.
૧૯૮૦ અને ૧૯૮૪માં ફરી ઇન્દિરા કોંગ્રેસના ઉમેદવારે આ બેઠક જીતી લીધી. ઉત્તમભાઇ પટેલ સંસદસભ્ય બન્યા હતા. ૧૯૮૯માં વી. પી. સિંહે જનતા દળ બનાવ્યું તેના ઉમેદવાર તરીકે અર્જૂનભાઈ પટેલ અહીંથી જીતી ગયા. પણ બે જ વર્ષ પછી ફરી ૧૯૯૧માં ઉત્તમભાઈ પટેલ ત્રીજીવાર અહીંથી સાંસદ બન્યા અને નરસિંહરાવની સરકાર બની હતી.
૧૯૯૬, ૧૯૯૮ અને ૧૯૯૯માં ત્રણેય વાર મણીભાઈ ચૌધરી ભાજપના સાંસદ બન્યા. એક અપવાદ એ પણ થયો કે તેઓ પટેલ અટક ના ધરાવતા એક માત્ર નેતા છે, જે વલસાડથી જીત્યા હોય. કેમ કે ફરી બે મુદત ૨૦૦૪ અને ૨૦૦૯માં કિશનભાઈ પટેલ કોંગ્રેસમાંથી જીત્યા. ૨૦૧૪માં જીતેલા કે. સી. પટેલને ભાજપે ફરી ટિકિટ આપી છે. તેઓ જીતે અને કેન્દ્રમાં સરકાર બને તો ઇતિહાસ આગળ વધશે. પટેલ અટકનો અપવાદ પણ નહિ થાય, પણ જો કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરી જીત્યા તો ઇતિહાસ આગળ વધશે, પણ અટકનો અપવાદ થશે અને બીજા એક ચૌધરી અટકધારી સાંસદ બનશે. વલસાડ અને દિલ્હી પશ્ચિમ આવા આડકતરા પણ રસપ્રદ મુદ્દાઓ માટે ચર્ચામાં રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY