અંગ્રેજી અખબાર “મીટ”મા છપાયેલ આંકડાથી ખબર પડે છે કે ભારતમાં ફક્ત છ ટકા લોકો કોઈપણ રીતે અંગ્રેજી બોલી લે છે. અંગ્રેજીને ફક્ત અઢી લાખ લોકોએ પોતાની માતૃભાષા લખાવી છે. ખરેખરમાં તો આ અઢી લાખ લોકોની માતાઓ અંગ્રેજી ભાષી હશે. આમાં પણ આપણને શંકા છે. જે છ ટકા એટલે કે ભારતના આઠ- દસ કરોડ લોકો અંગ્રેજી બોલે છે કે સમજી લે છે તે કોણ છે…..? એ જાણવાને માટે આપણે ૨૦૧૧માં થયેલી સરકારી વસ્તીગણતરી નો સહારો લેવો પડે. તે અનુસાર દેશમાં ૪૧ ટકા સુખી-સંપન્ન લોકો અંગ્રેજી બોલી શકે છે. જ્યારે કે ગરીબો માં ફક્ત બે ટકા એવા છે જે અંગ્રેજી બોલી શકે છે. દેશના ૩૩ ટકા અંગ્રેજી બોલ બોલી શકે છે એટલે કે ૬૬% ગ્રેજ્યુએટ (સ્નાતક)એવા છે જે અંગ્રેજી નથી બોલી શકતા. શહેરના બાર ટકા અને ગામડાઓના ત્રણ ટકા લોકો અંગ્રેજી બોલી લેછે. સાઈઓને સૌથી વધુ અંગ્રેજી બોલવાનો અભ્યાસ છે. તેનાથી ઓછો હિંદુઓને અને તેનાથી પણ ઓછો મુસલમાનોને. આ પ્રકારે ઉચ્ચ જાતિઓમાં અંગ્રેજી બોલવાવાળાની સંખ્યા સૌથી વધુ છે. પછાત અને અનુચિત લોકો પોતપોતાની ભાષાઓ નો વધુ ઉપયોગ કરે છે.
આ આંકડાથી તમે શુ ક્યાસ કાઢો છો…..? શું એવુ નથી,કે જે ડોક્ટર રામ મનોહર લોહિયા ૬૦- ૬૫ વર્ષ પહેલા બોલ્યા કરતા હતા……? તેઓ કહ્યા કરતા હતા કે અંગ્રેજી દેશમાં વર્ગ-ભેદ, ગ્યાતિ ભેદ અને ગ્રામ્ય- નગરના ભેદની ભાષા છે. આ ભારથને કેટલાય ટુકડામાં ભાગલા પાડવા વાળી ભાષા છે. અંગ્રેજી દ્વારા કરવામાં આવી રહેલા ભારતના-ભાગલા ભારત-પાકના ભાગલાથી પણ વધુ ખતરનાક છે. આ ભારતમાં ગરીબી-અમીરીની ખાઈ ખોદે છે. નકલીઓની ફોજ ઉભી કરે છે.મૌલીક વિચારના મૂળમાં માથુ નાખે છે. અંગ્રેજીનું વર્ચસ્વ લોકતંત્રને ખોખલુ કરે છે. મુઠ્ઠીભર નોકરશાહો, ઉંચી જાતિઓ,શહેરી અને સંપન્ન લોકો કરોડો ગરીબોના લોહી ચુસે છે, તેમના હક મારે છે, તેમને બેવકુફ બનાવે છે અને પોતાનો ઉલ્લુ સીધો કરી લે છે. આ તેમના શોષણનુ્ સૌથી મોટું હથિયાર છે. એનો અર્થ એ નથી કે અંગ્રેજી કે કોઈપણ વિદેશી ભાષાને આપણે ભારતમાં અછુત જાહેર કરી દઈએ પરંતુ આપણે તેને પોતાની માતૃભાષા, પિતૃભાષા, પતિ ભાષા, પત્ની ભાષા, પુત્ર ભાષા અને સ્વભાષાનો દરજ્જો આપી દઈએ, આનાથી મોટી મૂર્ખતા અને ગુલામી શું હોઈ શકે છે? જે વસ્તુનો ઉપયોગ આપણે પગના જૂતાની જેમ કરવો જાઈએ, તેને આપણે પાઘડી બનાવીને માથા પર બેસાડી રાખ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


