આ છે ભારતની લોકશાહીઃ સાંસદ- ધારાસભ્યો પાછળ પ્રતિવર્ષ ૧૦૦ અરબનો ખર્ચ…..!?

0
6

વિશ્વમાં ભારતની લોકશાહીની અવ્વલ નંબરે ગણના થાય છે. લોકો દ્વારા, લોકો માટે, લોકોએ ચુટી કાઢેલ પોતાના પ્રતિનિધિ દ્વારા ચાલતી સરકાર એટલે લોકશાહી સરકાર. પરંતુ ભારતના મોટાભાગના લોકોને લોકશાહી બાબતે જાગૃતિનો અભાવ છે…..! અને તેના કારણે કેટલાક ચૂંટાઈ આવેલાઓને માટે લોકશાહી એટલે અમે કહીએ તે જ સાચું. અમેજ સંપૂર્ણ વ્યક્તિ છીએ. અમને કોઈ પ્રશ્ન ના કરી શકે, અમારા વિશે ગમ્મે તેવુ વિરૂદ્ધમાં ના બોલી શકે ભલેને આડકતરી રીતે ભ્રષ્ટાચાર કર્યો હોય કે અન્ય કોઇ ગુનો આચર્યો હોય. પ્રજા બિચારી- બાપડી કે રંક બની જાય છે. પ્રજા સાચો વિરોધ કરે તો તેને સત્તાધારીઓ સહન નથી કરી શકતા….!! અને એનકેન રીતે સરકાર સાચા લોક વિરોધને કચડી નાખે છે જે લોકશાહી ભારતમાં હાલની સ્થિતિ પ્રવર્તી રહી છે…! ભારતના લોકો ભારે ઉત્સાહથી ચૂંટણીમાં ભાગ લે છે, મતદાન કરે છે. પરંતુ તેમને પસંદ કરેલા પ્રતિનિધિઓને તમારાજ નાણાથી કેટલા પગાર-ભથ્થા કે અન્ય લાભો મળે છે તેની મોટા ભાગના લોકોને કશી જ ખબર નથી હોતી….!? જે સરકાર લોકોની રોજની આવક રૂપિયા ૩૦ કે ૩૨ હોય તેને ગરીબ ન કહેવાય તેવો નિર્ણય કરતી હોય. અને પોતે મહિને ૮૦ હજાર પગાર મેળવે અને તે પણ ઈંકમટેક્ષ કપાત નહીં. તેઓને ખાવાનું મળે માત્ર બે રૂપિયામાં અને એ પણ સરસ. અને એ બધા માટેની સંસદની કેન્ટિનમાં તમામ સુવિધા છે કે જ્યાં ચા માત્ર એક રૂપિયામા મળે છે. અન્ય ખાણીપીણીના ભાવ રૂપિયા ૨૪ થી વધુ નથી. જો આવી કેન્ટીનો દેશભરમાં ગામો અને શહેરોમાં ઊભી કરી દેવામાં આવે તો મોટી બચત થાય.રેશનિગની દુકાનોની જરૂરત જ રહે નહી,અને મહિલાઓનો સમય બચવા સાથે ખુશ રહે….!!
ખેર હવે મૂળ વાત પર આવીએ. શું લોકો જાણે છે કે આપણે આપણા દેશભરના નેતાઓ સાંસદો- ધારાસભ્યો પાછળ દર વર્ષે રૂપિયા ૧૦૦ કરોડથી વધુ ખર્ચ થાય છે…..? અને તે પણ પ્રજાના પરસેવાની કમાણી પર લીધેલા ટેકસમાંથી. આવી માહિતી કે જાણકારી સામાન્ય લોકોને ના જ હોય એ પણ એક હકીકત છે….! દેશભરમાં કુલ ૪,૫૮૪ ધારાસભ્યો છે જેમાં ૪૧૨૦ ધારાસભ્ય અને ૪૬૨ એમ એન સી હોય છે. પ્રત્યેક ધારાસભ્યોને વેતન ભથ્થુ મળીને પ્રતિ માસ રૂપિયા બે લાખ ખર્ચ થાય છે. એટલે કે દરેક ધારાસભ્યોનો મળીને પ્રતિ માસ ૯૧ કરોડ ૬૪ લાખ રૂપિયા થાય. એ હિસાબે વાર્ષિક અંદાજે ૧૧૦૦ કરોડ થાય.
આતો તેમના મૂળ વેતન ભથ્થાનીજ વાત છે તેમને રહેવા માટે બંગલો, યાત્રા-પ્રવાસ, દવાકિય સારવાર, સ્ટાફ, મોબાઈલ ફોન, વીજળી સહિતના લાભો સરકાર દ્વારા તદ્દન મફત મળે છે જે અલગ. હવે તેમની મળતી સુરક્ષા માટે વાત કરીએ તો આજે સુરક્ષા કર્મચારીઓ નો ખર્ચ ધારાસભ્યને બે બોડી ગાર્ડ,એક સેક્શન હાઉસ ગાર્ડ. એટલે કે પાંચ પોલીસ કર્મચારી ગણીને સાત પોલીસ કર્મચારીની સુરક્ષા મળે છે હવે તેમનો પગાર માસિક અંદાજે ૨૫ હજાર રૂપિયા ગણીયે તો દર માસનો ૧લાખ ૭૫હજાર થાય. અને આ હિસાબે દેશભરના રાજ્યોની વિધાનસભાના ૪૫૮૨ ધારાસભ્યોની સુરક્ષાનો વાર્ષિક ખર્ચ ૯ અરબ ૬૨ કરોડ ૨૨ ના પ્રતિ વર્ષ થાય….! જોકે આ ખર્ચમાં રાજ્યપાલ,ભુત પૂર્વ નેતાઓના પેન્શન, પક્ષના નેતા પક્ષના અધ્યક્ષ વિપક્ષ નેતા વગેરેની સુરક્ષા નો ખર્ચ આમાં સામેલ નથી. અગર તમામ ખર્ચ જોડવામા આવે તો લગભગ ધારાસભ્યો પાછળ જ ૫૦ અરબ રૂપિયા થઈ જશે. એટલે કે પ્રજાના કર બોજના નાણાં આપણે ચૂંટેલા ધારાસભ્યો અને તેમની સેવા સુવિધાના ખર્ચ પાછળ કરીએ છીએ. બદલામા લોકોને મળે છે શું….?શું આ છે આપણી લોકશાહી…?
ખરેખરતો દિન-બ-દિન વધતા જતા ચૂંટણી ખર્ચને ડામવા કે પછી રોકવા દેશભરમાં ચૂંટણીપ્રચાર અનુસંધાનની જાહેર સભાઓ , રેલીઓ પર પ્રતિબંધ મુકવા સાથે ફક્ત ચૂંટણીપ્રચાર માટે ટેલિવિઝન- ટીવીના માધ્યમથી પ્રચાર કરવાનું ફરજિયાત કરવામા આવે. તેમજ ચૂંટાયેલા ધારાસભ્યો મંત્રીઓના પગાર ભથ્થા અને પેન્શન બંધ કરી દેવા જોઈએ જેથી તેમના દેશ પ્રેમની પણ ખબર પડે. ઉપરાત તેમના સંતાનો માત્ર સરકારી અર્ધસરકારી શાળા-કોલેજોમાં અભ્યાસ કરી કરી શકે તેવું ફરજિયાત કરવામા આવે તો દરેક ક્ષેત્રનું પરિણામ સારા માં સારું આવશે. અને સાચી ભાષામાં સૌનો સાથ સૌનો વિકાસ થશે…. અને… થશેજ…
સાંસદોના પગાર ભથ્થા સહિતની વિગતો હવે પછીના લેખમાં……

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY