ખૂબ ઝડપથી આગળ વધી રહેલા ગતિશીલ પ્રગતિશીલ ગુજરાતમાં સુરત શહેરની ઓળખાણ રાજ્યની આર્થિક રાજધાનીના રૂપમાં છે. હીરાનો ધંધો, કપડા નો ધંધો આવા ધંધાઓઅંથી પ્રચલિત સુરતમાં તક્ષશિલિના નામની એક પાંચ માળની ઊંચી બિલ્ડિંગમાં આગ લાગવાથી લગભગ ૧૯ છોકરા-છોકરીઓ ઓની સાથે આ બિલ્ડીંગના ઉપરના માળમા ચાલતા કોચીગ ક્લાસમા અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક આગ લાગી અને ગેરકાયદેસર બિલ્ડિંગમાં આ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા. આ ઘટનાની તસવીરો અને વીડિયોઝ હ્રદયને હચમચાવી દેનારા છે.કેટલાક બાળકોએ ઉંચી બિલ્ડિંગ પરથી કૂદીને જીવ બચાવ્યા. વધુ પ્રમાણમાં એજ સમયે સળગી જઈને માર્યા ગયા. ગુજરાત સરકારે ઉતાવળ ઉતાવળામાં રાજ્યમાં ચાલતા ટ્યુશન અને કોચિગ ક્લાસો બંધ કરાવી દીધા, પરંતુ ક્યા સુધી….? હંમેશને માટે કે સુરતની ઘટના શાત થવા સુધી….?આ ઘટનાએ કેટલાયે સવાલો જવાબદાર નાગરિક અને સરકાર તથા તંત્ર ની સામે ઉભા કરી દીધા છે.
તક્ષશિલા આર્કેડ જેવી કેટલીયે ઊંચી બિલ્ડીંગો હવે દરેક મોટા શહેરમાં ઉભી થઈ ગઈ છે કે ઊભી કરી દેવામાં આવી છે. જાણે કે આ વિકાસની નિશાની છે, પરંતુ આવી ઊંચી બિલ્ડિંગોમાં જો કોઈ ઘટના- દુર્ઘટના બની જાય તો બચાવવાના કે બચાવી લેવાનો શું ઉપાયો છે. અગ્નિશામક તંત્રની પાસે દરેક પ્રકારના ઉપકરણો છે કે નહીં? અને ઉંચી ઈમારતમાં પણ આગ જેવી ઘટનાઓમાં બચવાના કે બચાવવાના ક્યાં સાધનો છે તેની તપાસ થાય છે કે નથી થતી આ સવાલ એટલા માટે કે સુરતની જે બિલ્ડીંગમાં આગ લાગી તેમા આગ જેવી ઘટનાને સમયે બચવાના કે બચાવવાની ફાયર ફાઈટિંગ સિસ્ટમ જ હતી નહીં. સમગ્ર બિલ્ડીંગ ગેરકાયદેસર હતું તેમાં કોચીંગ ક્લાસની સાથે હોસ્પિટલ પણ છે…! કેટલાય વિદ્યાર્થીઓ કુદી ગયા જેમાં કોઈ બચી પણ ગયુ, પણ જો હોસ્પિટલમાં આવી આગ લાગી હોત તો….? જ્યાં મિની ભારત સમાન દરેક રાજ્યના લોકો રોજીરોટીની તપાસમાં આ શહેરમાં આવે છે. આ શહેરમાં પાંચ માળની ઉચી બિલ્ડીંગના ઉપરના માળ સુધી લોકોને બચાવવાની ઉંચી સીડીજ સુરત અગ્નિશામક તંત્રની પાસે ન હોવાની પોલ પણ ખૂલી છે. આ કેવો વિકાસ…..?
આજના સોશિયલ મીડિયા યુગમાં સુરતની આ ઘટનાને લઇને લોકોએ બહુ જ દુઃખ દર્શાવ્યું અને સરકારને ટોણા પણ માર્યા કે ગુજરાતની પાસે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે પરંતુ પાંચમી મંઝિલ સુધી પહોંચી શકાય એટલી ઊંચી સીડી સુરત અગ્નિશામકની પાસે નથી આવા વિકાસને શું ધોઈ પીવાનો…..? આ વિદ્યાર્થીઓના માતા-પિતાને એમનાથી કેટલી ઉમ્મીદો લગાવી હશે કે ભણી-ગણીને નોકરી કરશે તો ઘરમા બે પૈસા આવશે, પરંતુ જેમણે પોતાના લાલ ગુમાવ્યા તે માતાઓની પાસે પોતાના લાલની લાશ ફરીને પાછી આવી. કેટલું દુઃખ પહોંચ્યું હશે આ માતાઓને એ ભ્રષ્ટ શાસન શું જાણે….? કેટલાયએ પરિવારમાં તેમના ભવિષ્ય માં કમાવવા વાળા ચાલ્યા ગયા. હવે બધી કોચિંગ ક્લાસીસ બંધ કરાવવા થી શું ફાયદો….? કેન્દ્રની નવી સરકાર આ ઘટનાથી પાઠ લે અને આવી બધી જ ગેરકાયદેસર ઇમારતોમાં ફાયર ફાઈટિંગ સિસ્ટમ લાગે તેવુ પ્રાવધાન કરીને સખ્તાઇથી અમલ કરે. જેથી તક્ષશિલા આર્કેડ જેવી ઘટનાઓમાંથી નિર્દોષ લોકો ને બચાવી શકાય. હીરાનો કારોબાર વાળા શહેરમાં પાંચમી મંઝિલ સુધી પહોંચીને લોકોની જાન બચાવી શકાય એટલી ઊંચી સીડી અગ્નિશામક દળ ની પાસે ન હોય એનાથી મોટી દુર્ઘટના બીજી શું હોઈ શકે છે….? સરકાર જાગે. હવે પણ નહી જાગી અને આવી લીપા પોતી થતી રહી તો હે વિદ્યાર્થીઓ, તમે પોતાનું બલિદાન દેવાને માટે તૈયાર રહો કેમકે તક્ષશિલા આર્કેડ જેવા લાક્ષાગ્રૃહ દરેક મોટા શહેરમાં તમારું સ્વાગત કરવા માટે મોઢું ફાડીને બેઠા છે. ગુજરાત સરકાર ચાર ચાર લાખની સહાય વધારે જેથી પીડિત પરિવારો ને કંઈક રાહત મળી શકે. અને તક્ષશિલા લાક્ષાગ્રૃહના દોષીઓને આકરામાં આકરી સજા મળે તેવી કાર્યવાહી કરે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


