કિશોર કુમારની બાયોપિકમાં અદનાન સામી ચમકશે..!!

0
1

મુંબઈ,તા.૨૫
કિશોર કુમારની બાયોપિક વિશે છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. હવે લેટેસ્ટ રિપોટ્‌ર્સ અનુસાર લેજન્ડરી સિંગર કિશોર કુમારનો ટાઇટલ રોલ પ્લે કરવા માટે સિંગર અદનાન સામીનો એપ્રોચ કરવામાં આવ્યો છે.
સોર્સીસ અનુસાર આ બાયોપિકના મેકર્સ માની રહ્યા છે કે, અદનાન પોતે સિંગર, કમ્પોઝર અને સારો એક્ટર હોવાના લીધે તે આ રોલ માટે પર્ફેક્ટ રહેશે. વળી, સામી કિશોરના કેટલાંક ક્લાસિક્સને રિક્રિએટ કરવા માટે પોતાનો અવાજ આપશે.
એક શોમાં કિશોરના ક્લાસિક્સના અદનાને તૈયાર કરેલા રિક્રિએટેડ વર્ઝન્સ વાઇરલ થયા બાદ તેનો આ રોલ માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો.સૌપ્રથમ અનુરાગ બાસુએ રણબીર કપૂરને લઈને કિશોર કુમારની બાયોપિક તૈયાર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ અનેક કારણોસર વાત ન બની. હવે આ ફિલ્મ માટે અદનાનનો એપ્રોચ કરવામાં આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY