પહેલા સમાન સિવિલ કાનૂન તો લાવો સાહેબ,. પછી વન નેશન વન ઈલેક્શનનો રાગ આલાપો…..!!

0
5

૧૭મી લોકસભા ચૂંટણીમાં ભારે અને પ્રચંડ બહુમતિ મળ્યા પછી પણ ભા.જ.પા અને સન્માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફરી એક વાર વન નેશન વન ઇલેક્શનનો નારો આપીને રાજકીય પક્ષોની સાથે એક કાયદેસર બેઠકનુ પણ આયોજન કર્યુ અને તેના પર મંથન કરવાને માટે એક કમિટી ની રચના પણ કરવામાં આવી. વન નેશન વન ઇલેક્શનનો મતલબ લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરવી. જેથી ચૂંટણી નો ખર્ચ બચી શકે અને મતદાતાઓને પણ વારેવારે મતદાન કરવું ન પડે. વિચાર સારો છે પરંતુ તેના પર અમલ ક્યારે અને કેવી રીતે થશે તે વિચારવાનો મુદ્દો છે. આ એજ ભાજપા છે કે જેને શરૂથી જ ધારા ૩૭૦ હટાવવાની સાથે સમાન સિવિલ કોડનો નારો અને વાયદો કર્યો હતો. આ સમયે જમ્મુ- કાશ્મીર માટે અલગ કાયદિ છે અને ભારતના કેટલાય કાયદા કાશ્મીરમાં લાગુ નથી. કાશ્મીરનો ઝંડો પણ અલગ છે. એટલા માટે ભાજપાએ એક દેશ એક કાનૂન બનાવવા માટેની માગ એ સમયે કરી હતી. અને ભાજપની દરેક કાર્યકારણી બેઠકમાં આ પ્રસ્તાવ પણ પસાર થતો રહ્યો કે સમાન સિવિલ કોડ લાગુ કરવામા આવે.
શ્રદ્ધેય અટલજીએ છ વર્ષ રાજ કર્યું અને વર્તમાન વડાપ્રધાન મોદીએ પણ ૨૦૧૪થી ૨૦૧૯ સુધી રાજ કર્યું. ત્યારે દેશમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની કોઈ હિલચાલ ના કરી. ૨૦૧૯ ની સામાન્ય ચૂંટણીઓમાં કેરી છોલીને કે કાપીને ખાવાના સવાલની સાથે સાથે ભાજપાને પ્રચંડ બહુમતિ મળી છે. મોદીજી એ કહ્યું હતું કે ૩૦૦ મળવાનું પાક્કું છે અને ૩૦૦થી વધુ સીટો મળી. જે ભાજપાને માટે પોતાનામા પોતાનો એક રેકોર્ડ છે. આટલી પ્રચંડ બહુમતી મળ્યા પછી દેશને એવી ઉમેદ જ નહીં. પરંતુ ઉમીદથી વધુ ઉમેદ છે કે હવે તો સમાન સિવિલ કોડ લાગુ થવાનું પાકું…..? પરંતુ આ શુ….. એક દેશ- એક કાનૂનના બદલે એક દેશ- એક ચૂંટણી માટે કામ શરૂ થઈ ગયું…..? અને તેને માટે કમિટી પણ બની ગઈ…….? તો પછી સમાન સિવિલ કોડનુ શું થશે કે પછી સમાન સિવિલ કોડને ભાજપા અને સન્માનનીય મોદીજી ભૂલી ગયા….?
થાય છે એવું કે ચુંટણીના સમયે વાયદા કાંઈક બીજા તથા જીત્યા પછી કરવાનું કંઈ બીજું…. જેમકે ભાજપાએ ત્રિપલ તલાક પર જોર આપ્યું. સંસદમાં ફરીથી કાનૂન લાવવામાં આવ્યો. પરંતુ જો સમાન સિવિલ કોડ લાગુ કર્યો હોત તો ત્રણ તલાક પોતાની રીતે નીકળી જતો. અલગથી કાનૂન લાવવાની પણ જરૂર ના પડી હોત. પરંતુ સમાન સિવિલ કોડઙને ભૂલાવી દેવામાં આવ્યો કે ભૂલી ગયા. યા ભૂલ ગયા સબકુછ….. યાદ નહીં અબ કુછ જેસા હો ગયા ભાજપાકે લીયે…..? સાહેબ….. એક દેશ એક ચૂંટણી હજી દૂર છે અને દેશના બધા રાજ્યોમાં ભાજપનું રાજ હશે ત્યારે એ સંભવ બની શકે છે. પરંતુ કાશ્મીરના અલગતાવાદીઓ ને રાષ્ટ્રની મુખ્યધારામાં લાવવાને માટે સમાન સિવિલ કોડ જ એકમાત્ર જોરદાર ઉપાય છે. એટલા માટે તેના ઉપર ગહન એટલે કે ઊંડા વિચારની કોઈ આવશ્યકતા જ નથી. સંસદમાં બહુમતી છે. રાજ્યસભામાં પણ હવે કોઈ વાંધો નથી ત્યારે સમાન સિવિલ કોડ માટે તુરંત કાર્યવાહી થાય એ આજના સમયની અને ભાજપમાં જેમણે સમાન સિવિલ કોડની આશામાં વરસો વિતાવ્યા અને તેમની આંખો તરસી ગઈ તેમના માટે અને સમગ્ર દેશ એક સૂત્રમાં એક માળામાં પરોવવાને માટે વન નેશન વન ઈલેક્શન નહીં પરંતુ એક દેશ એક કાનુન જલ્દીથી જલ્દી બને. આને માટે ભાજપા પોતાના જુના થી જુના પ્રસ્તાવ ઉપર નજર નાખે તો ખબર પડશે કે કેટલા ઉત્સાહની સાથે રામ મંદિર- ધારા ૩૭૦ અને સમાન સિવિલ કોડ અંગે પ્રસ્તાવો પર પ્રસ્તાવ…. પ્રસ્તાવ પર પ્રસ્તાવ પસાર કર્યા હતા. તો ક્યારે બની રહ્યો છે સમાન સિવિલ કોડ સાહેબજી….?!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY