દેશની સેન્ટ્રલ બેંક આર.બી આઈએ જાણકારી આપી છે કે બાકીગ સેક્ટરમાં જે લગભગ નવ લાખ કરોડ એન પી એ છે એટલે કે જે નાણાં મળવાની ઉમીદ સૌથી વધુ છે…..! તેમાંથી લગભગ ત્રણ લાખ કરોડનુ નાણુ મુખ્ય ૩૦ ડિફોલ્ટરોની પાસે છે. એમ કહેવાય કે આ ત્રણ લાખ કરોડનાં નાણા ભારતના એવા ૩૦ લોકોની પાસે છે જે મોટા માથા છે. પરંતુ આર બી આઈ એ તેમના નામ આપવાની મનાઈ કરી દીધી. આરટીઆઇ અનુસાર પણ આ ૩૦ નામ આપવાથી મનાઈ કરી દીધી. સુપ્રીમ કોર્ટે પણ આરબીઆઇને કહ્યું કે આ વીલફુલ ડીફોલ્ટરોના નામ જાહેર કરવા જોઈએ. પરંતુ આરબીઆઈ પોતે જાહેર નહીં કરે. પરંતુ આરબીઆઇ પોતાની જાતને અદાલતથી-કાયદાથી પણ ઉપર માને છે એટલા માટે અત્યાર સુધીમા એક પણ મોટા ડીફોલ્ટરના નામ જાહેર નથી કર્યા.આર બી આઈએ એવું કહ્યું કે તેમની પાસે ખાતાવહી ની જાણકારી નથી. સવાલ એ છે કે જ્યારે તેમના ખાતાઓની જાણકારી નથી તો પછી તેમણે ૩ લાખ કરોડના નાણા દબાવી લીધા કે દબાવીને બેઠા છે તેની જાણકારી કેવી રીતે હાથ લાગી…..? બિન મૌસમ બરસાત…..? બિન દુલ્હેકી બારાત…..? નવ લાખ કરોડમાંથી ૩૩ ટકા નાણાં ૩૦ લોકોની પાસેથી વસૂલવાના છે. પરંતુ તેની જાણકારી આરબીઆઈ દેશને ના આપી શકે. કારણ….. આ નામ દેવાથી દેશમાં નાણાકીય સંકટ થઈ શકે છે કે ધરતીકંપ આવી જશે….. કે શું નું શું થઈ જશે તેની કોઈ જાણકારી આરબીઆઇની પાસે નથી.
સમગ્ર દેશ જાણી ગયો છે કે એક મોટા ઘરના ઉદ્યોગપતિની હાલત શું થઈ ગઈ….! શું એ પણ વીલકુલ ડિફોલ્ટર છે…..? આવતા દિવસોમાં અખબારોમાં નાના નાના ડિફોલ્ટરોના નામ એમના ફોટાની સાથે છપાઈ રહ્યા છે. જેઓના બાકી નાણા છે. પરંતુ જેમણે લોકોના ૩ લાખ કરોડની રકમ દબાવી લીધી છે અને બેક્નોને જવાબ નથી આપી રહ્યા તેમના નામ માંગો તો મોઢું જુઓ આર બી આઈજીનુ…..! જાણે કે આ ૩૦ મોટા ડિફોલ્ટર આર બી આઈ જી ના ચાચા- મામા લાગે છે એવા નામ પોતાની છાતીમાં છુપાવીને રાખ્યા છે……! જાણે કે હોઠો ઉપર એવી વાત દબાઈને ચાલી આવી… ખુલી જાય એ વાતો જે દુઆ છે દુઆ… ની જેમ આરબીઆઇએ દેશની સૌથી મોટી કોર્ટેનો આદેશ માનવાનો પણ ઈક્નાર કરી દીધો.કોર્ટે આરબીઆઇને કહ્યું છેલ્લી વોર્નિંગ પણ આપી દીધી છે. પરંતુ આરબીઆઇના કાન સુધી માખી પણ નથી ગુજતી….! આખરે એવું શું છે કે આરબીઆઈ મોટા મોટા… નામ મોટા પણ દર્શન ખોટા…. કે નામ નથી બતાવતી…..? શુ આરબીઆઈ તેમનાથી ડરે છે….. શું તેમણે કોઇ ધમકી વગેરે આપી રાખી છે…. આખરે આ માંજરો શું છે કે નાની માછલીઓ હાથમાં આવી જાય છે પરંતુ મગરમચ્છ હાથમાં નથી આવતા…..?
કેટલાક સમય પહેલા એક ખાનગી બેંકની મોટી મહિલા અધિકારી ને કાઢી મૂકવામાં આવી. તેની વિરુદ્ધ પોલીસ કેસ દાખલ થયો પરંતુ તેમની ધરપકડ નથી થઈ રહી. સીબીઆઇએ જ્યારે આ વિડીયોકોન કેસમાં કેટલીક બેક્નોના મોટા અધિકારીઓનાં નામ જાહેર કર્યા તો તે સમયના નાણામંત્રીએ સીબીઆઈને ખખડાવી નાખી કે આવી કઈ રીતે તમે કોઈનું નામ લઈ શકો છો… વગેરે વગેરે બ્લોગમાં લખી દીધું. જો કોઈ નાના કર્મચારીનું નામ હોત તો….? બ્લોગ લખવામાં ન આવે પરંતુ સીધો ફોન જતો કે અત્યાર સુધી ધરપકડ કેમ નથી થઈ….? આ હાલત છે ભારતના બેક્નિંગ સેક્ટરની. ક્યાક ચંદાની ચાંદનીમાં દીપક ચમકી રહ્યા છે તો ક્યાક વેણુ અને ગોપાલ પૈસાના નશા માં ધૂત થઈને તપાસ એજન્સીને ચકમો આપી રહ્યા છે. શું આ ડિફોલ્ટર નથી….? શું તેમનું નામ દેવાથી ધરતીકંપ આવી જશે….? શું થાત શું છે કે શું થઈ શકે છે જો તેમના નામ જાહેર કર્યા હોત તો…..? એ તો એવુ થયું કે ચોરી કરવી તો મોટી….. જેથી કોઈ નુકસાન જ નહીં. પૈસા ડૂબે તો બેક્નોના કે લોકોના…. આપણે શું…. ચંદા જેવીએ દીપક જલાવવા લોન પાસ કરી દીધી. લાભ થઈ ગયો. લોન લેવા વાળાના હાથ ઉચા કરી દીધા. અને તે તો ભૂખ્યો નથી મરી રહ્યો. પરંતુ બેંકોની ખોટ રાજાની રાજકુમારીની જેમ દિન દુનુ ઔર રાત ચૌગુનીની જેમ વધી રહી છે. ડિફોલ્ટર મસ્ત… મસ્ત… અને આરબીઆઇ પણ મસ્ત…. મસ્ત… એક જ વાત કહેવાની છે કે અમે ડિફોલ્ટરો ના નામ નથી આપી શકતા. જે થઇ શકે છે તે કરી લો… આ લ્યો ઠેગો…..!!!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



