વિકલાંગ ફોજીઓથી ટેક્સ લેશે મોદી સરકાર, કરે કોઈ ભોગવે કોઈ…..! આ કેવો ન્યાય….?

0
32

૧૪ ફેબ્રુઆરી પછી સમગ્ર દેશમાં અને એક પક્ષમાં રાષ્ટ્રભક્તિનું કેવું જૂનુન હતું, શું ખુમારી હતી, શું મીઠાશ જેવું હતું. જેવી ચૂંટણી ખતમ થઈ સૈન્ય- રાષ્ટ્રભક્તિનું જનુન સમુદ્રમાં લહેરો કેવી સરરર કરતી દૂર જતી રહે છે એવીજ રીતે ખુમારી ઉતરી ગઈ હોય એવી સરકારે વિકલાંગો ફોજીઓને મળતુ પેન્શન અને અન્ય આવક પર ટેક્સ વસૂલવાનુ પ્રાવધાન બજેટમા કર્યું છે….! વિકલાંગ ફોજી કોણ હોય છે…..? જેને ફરજ દરમિયાન ગોળી વાગી હોય કે દેશની રક્ષા કરતા કરતા કોઈ કારણથી શરીર ને નુકશાન થયું હોય એ ફોજીને વિકલાંગની યાદીમાં નાખીને તેનાથી કોઈ પણ ટેક્સ નહી લેવાની નીતિ હતી. પરંતુ ૫ ટ્રીલિયન ડોલરની ઇચ્છાવાળા બજેટમાં હવે વિકલાંગ વિકલાગ ફોજીઓથી ટેક્સ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારને આવક કેટલી થશે…..? બધું મળીને લગભગ ૧૦૦૦ હજાર કરોડ. ૨૮ લાખના બજેટમાં ૧હજાર કરોડની રકમ તો કાંઈ પણ નથી. વિકલાંગ ફોજીઓથી ટેક્સ લેવાનો સરકારે એટલા માટે નક્કી કર્યુઅં કે સરકારને બહુ જ વધારે ફરિયાદો મળી કે આ ટેક્સ ફ્રી પ્રાવધાનનો ખોટો ઉપયોગ થઇ રહ્યો છે.. એટલા માટે દરેકને માટે ટેક્સ ફ્રી સુવિધા બંધ અને ટેક્સ લેવાનું શરૂ…..!
વાત તો એવી થઈ ગઈ કે જે આનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે તેને શોધી કાઢી (અને શોધવાનુ મુશ્કેલ છે શું,) તેને સજા દેવાને બદલે બધાને ખોટા માનીને તમામ વિકલાંગ ફોજીઓથી ટેક્સની વસૂલાત કરવી કોઈ સમજદારી નથી. યોગીએ કહ્યું હતું કે ભારતની સેના મોદીની સેના છે. પૂર્વ સેના અધ્યક્ષ અને મંત્રી શ્રી વી કે સિંગ કે જે હવે મીડિયાથી બહુ જ દૂર રહે છે તેમણે યોગીની વાતને ખોટી બતાવી હતી. મારો પરિવાર તો મારા ફોજી છે….. મારી દરેક દિવાળી ફોજીઓની વચ્ચે જાય છે….. મારા જવાનને માટે મારુ બધું જ કુરબાન છે, મારા જવાનની ટીકા કરવાવાળા દેશદ્રોહી હશે…… આવું બધું કેટલું સારું લાગતુ હતુ ૧૪ ફેબ્રુઆરી પછી……? પરંતુ ૩૦૦ સીટ મળ્યા પછી……? ફોજી વિકલાગ છે તો શું થઈ ગયું….. ટેક્સ તો આપવો જ પડશે…..! અમારી તિજોરી તો ભરવીજ પડશે. અર્થ એવો થયો કે બાથટબની સાથે બેબીને પણ ફેંકી દેવી. જે ખોટો ઉપયોગ કરી રહ્યા છે ટેક્ષ ફ્રી યોજનાનો તેને તો અમે શું પકડીએ, પરંતુ તમામ વિકલાંગ ફોજીને માટે હવે કોઈ કરમુક્ત યોજના નહીં….. નહીં.
પૂર્વ સૈનિકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવી કે બધાને એક જ લાકડીથી હાંકવા ઠીક નથી. પરંતુ સાંભળે કોણ….? ૩૦૦થી વધુ મળી છે અને હવે ઉપર હાઉસમાં પણ હાથ ઉપર એટલે કે ઉપર જ રહેવાનો છે ત્યારે કોનો ફોજી…. કોનો મૌજી…. હું તો છું મનમોજી….. જે મનમા આવશે તે કરીશ….! શું આ જ માનસિકતા હોય છે….? શું કોઈ જાણીબૂઝીને વિકલાંગ બને છે કે શું…..? અને આવું કંઈક થઈ રહ્યું હોય તો તેની તપાસ કરાવવી જોઈએ. દોષિતોને સજા આપવી જોઈએ. પરંતુ કરે કોઈ અને ભોગવે કોઈ….ની નીતિ ઠીક છે શું…..? મેડમજી, વીલફુલ ડિફોલ્ટર એટલા બધા ટેક્સના પૈસા લઈને ભાગી ગયા કે મોજ કરી રહ્યા છે કે તેમના નામ જાહેર કરવાથી પણ આરબીઆઈ ગભરાય છે અને કહે છે કે- નહીં…. નહીં ….તેમના નામ સાર્વજનિક કરવાથી દેશમાં ધરતી કંપ જેવું આવી જશે….. દેશ બરબાદ થઈ જશે…… તબાહ થઇ જશે…….! જો તેમનાથી વસૂલાત કરે તો બજેટમાં કોઈ ટેક્સ નાખવોજ ના પડે. પરંતુ તેમની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં. અને વિકલાંગ ફોજી ઓથીટેક્ષ વસુલવો હોય તો જુઓ સરકારની તેજી ભરી ચાલ….. જાણે તમામ વિકલાંગ ફોજી ભાગી જશે…..? વિકલાંગ ફોજીઓને મળવા વાળી ટેક્સ ફ્રી સુવિધાનો ખોટો ઉપયોગ કરવા વાળા ની વિરુદ્ધ આકરા પગલાં ઉઠાવે અને સરકાર આ સુવિધા વિકલાંગ ફોજીઓના અને તેમના પરિવારને માટે ચાલુ રાખે. સરકારને આ સુવિધાથી ટેક્સમાં જે ખોટ થાય છે તે સરકારના એક ઈશારા પર કોઈપણ કોર્પોરેટ કંપની સામાજિક ઉત્તરદાયિત્વ સમજીને આપી શકે છે…..! પરંતુ મહેરબાની કરી વિકલાંગોને વધુ વિકલાંગ ન કરે ૧૪ ફેબ્રુઆરી પછી ફૌજીઓ ઉપર મરી ફીટવા વાળા….! આ વિકલાંગ દયા નહિં પોતાનો હક ઇચ્છી રહ્યા છે. કોઈના મોહતાજ નથી. તાજ તો આજ છે કાલે નથી…. દેશનો સિપાહી કાયમ છે…..! વિકલાંગ જવાનોના જજબાને સલામ….!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY