શું ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો માં મારામારીનો વાયરસ ફેલાઈ રહ્યો છે ?

0
5

ચૂંટણી દરમિયાન ઉમેદવાર અને રાજકીય પક્ષો તથા તેમના નેતાઓ કેટલી પ્યાર ભરી અને ભોળી ભોળી વાતો કરે છે. વચનો પર વચનો આપે છે. અને જીત્યા પછી કોઈ ધારાસભ્ય હાથમાં ક્રિકેટનું બેટ લઈને નગર નિગમના અધિકારીઓને મારે છે કોઈ વિધાયક નગર નિગમના એન્જીનીયર ઉપર ગંદકી નાખે છે કે તેને બાંધીને મારે છે તો કોઇ રાજકીય પક્ષના કાર્યકર્તા પશુઓ લઈ જતા વાહનોને રોકીને માર મારે છે. તાજેતરમાં જે રાજ્યમાં ભાજપના ધારાસભ્ય આકાશ કૈલાશ વિજયવર્ગીયે ક્રિકેટનું બેટ લઈને અધિકારીની પીટાઈ કરી. એ જ મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં ભાજપાના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રસિંહએ મુખ્યમંત્રી કમલનાથને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને ખૂનની નદીયો વહેવરાવવાની ધમકી આપી દીધી. આખરે આવું કેમ થઈ રહ્યું છે? શું આ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોની ડીએનએમાં કોઈ મારામારીનો વાઇરસ ઘૂસી ગયો છે? ક્યાંક ભાજપાના ક્યાક કોંગ્રેસના ક્યાંક એનસીપીના અને ક્યાંક શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા અધિકારીઓને માર મારવાના બનાવો બની રહ્યા છે. જે લોકશાહીને માટે ક્યારેય યોગ્ય નથી.
ભાજપાના આકાશ વિજયવર્ગીયની હરકતો જોઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોંકી ઉઠયા હતા. અને તેમણે ભાજપની એક બેઠકમાં સ્પષ્ટ રીતે કહી દીધું કે દીકરો ચાહે કોઈનો પણ હોય મનમાની નહીં ચાલે. આવી હરકત કરવા વાળા ને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ. વડા પ્રધાન મોદીજીએ આવી ચેતવણી આપ્યા પછી પણ આકાશ ભાજપમાં છે. અને જાણે કે તેમનુ કોઇ બગાડી નથી શકતું આ પ્રકારનુ એક રાજકીય ચિત્ર ઉભરીને બહાર આવી રહ્યું છે. ભાજપાના મધ્ય પ્રદેશ એકમની આ જવાબદારી છે કે જ્યારે તેના જ પક્ષના વડાપ્રધાને સાફ રીતે કહી દીધું કે કોઈની મનમાની નહીં ચાલે અને તેને પક્ષમાંથી કાઢી મુકવો જોઈએ ત્યારે એમપી ભાજપની એ ફરજ બને છે કે આકાશને તેના ઘરે જવાનો રસ્તો બતાવે જેથી પક્ષમાં અનુશાસનનો માહોલ બની રહે. અને કોઈ અન્ય ધારાસભ્યો પણ આ પ્રકારની હરકત ના કરે.
લોકશાહીમાં મતદાતા પક્ષોના ઉમેદવારો ઉપર વિશ્વાસ રાખીને પોતાનો કિંમતી મત આપે છે. તેમનાથી એ આશા રાખે છે કે જીત્યા પછી તે એવી કોઈ હરકત ના કરે કે જેનાથી મતદાતાઓનું માથું પણ ઝૂકી જાય. પરંતુ થઈ રહ્યું છે કંઈક બીજું જ જેમ કે બંગાળમાં ટીએમસીના ધારાસભ્ય ભાજપાના દાખલ થઈ ગયા, ટી આર સી ના ધારાસભ્ય ભાજપમાં સામેલ થઈ ગયા, ગોવામાં કોંગ્રેસના ૧૦ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા. ગુજરાતમાં પણ એવો નજારો જોવાને મળી રહ્યો છે. જોકે ગુજરાત પેટર્ન એ છે કે કોંગ્રેસના ધારાસભ્ય ગૃહમાથી રાજીનામા આપીને ભાજપામા જઈ રહ્યા છે. જ્યારે કે અન્ય રાજ્યોમાં રાજીનામું આપ્યા વગર જ ભાજપમાં સામેલ થઈ ગયા છે. શું આ મતદાતાઓની સાથે દગો કે વિશ્વાસઘાત ના કહી શકાય શું.? કેમકે મતદાતાએ તેને કોઈ પક્ષ કે ઉમેદવારના રૂપમાં ચૂંટીને મોકલ્યો છે અને જ્યારે તે બીજા પક્ષમાં રાજીનામું આપ્યા વગર જતા રહે તો તેને શું કહેશો?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY