કર્ણાટકના નાટકનો અંત આજ છે કે પછીથી જન મત લે બધા પક્ષો, આવો જરા જોઈએ…..!

0
28

સત્તા માટેની ખેચા તાણીને માટે ગોવા પછી કર્ણાટક યાદ રાખવામાં આવશે. એક પછી એક રાજકીય ઘટનાઓ એવી થઇ કે આખરે ભાજપાના યેદિરપ્પાની સીએમ બનવાની ઈચ્છા પૂરી થઈ. પરંતુ વિધાન સભાના અધ્યક્ષે ૧૭ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યાનો ખેલ યેદીનો ખેલ,લાગે છે કે બગાડી નાખ્યો. જો યેદી બહુમતથી જીતી જાય છે તો આ સત્તાનો ચમત્કાર જ કહેવામાં આવશે. જો હારી જાય તો…..? શું થશે રામજી જાણે. પરંતુ કર્ણાટકના રાજકીય નાટકનો અંત એ છે કે વિધાનસભા બરખાસ્ત કરે કરીને ફરીથી જન મત લેવો જાઈએ અને લોકોની બધા પક્ષોએ માફી પણ માંગવી જાઈએ. કેમકે આ સમગ્ર સત્તા માટેની ઉલટપુલટમાં બિચારા મતદાતાઓને પૂછવાનુ કોઈએ માન્યુ જ નથી. કર્ણાટકની જનતાએ ૧૮ મહિના પહેલા જે જનાદેશ આપ્યો હતો તે એ હતો કે બધા હળીમળીને રહે અને પાચ વર્ષ પુરા કરે. દેશના રાજકારણમાં ગોવા અને કર્ણાટક યાદ રાખવામાં આવશે. ગોવામાં કોંગ્રેસના દસ ધારાસભ્યો પક્ષ બદલી ભાજપમાં ગયા અને કેટલાક મંત્રી બન્યા. કોઈએ મતદાતાને પૂછ્યું સુદ્ધાં નથી અને પૂછે તો શું મોઢું લઈને પૂછે. ઠીક છે જે થયું તે થયું પરંતુ અને વધુ લાંબુ ખેંચવાને બદલે નવો જનાદેશ લે તો લોકશાહી માટે પણ ઠીક રહેશે.
કોંગ્રેસે તાકાત લગાવી….. જે ડી એસએ જોર લગાવ્યું…. ભાજપાએ બંનેથી વધુ જોર લગાવ્યું અને સત્તા લઈ લીધી. અધ્યક્ષે પોતાની સત્તા નો એવો પ્રયોગ કર્યો કે ૧૭ બળવાખોર પૂર્વ ધઃરાસભ્ય થઈ ગયા. મામલો સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. અધ્યક્ષની સત્તા ઉપર સુનાવણી અને દલીલો થશે. કોણ મોટું અધ્યક્ષ કે રાજ્યપાલ…..? તેનો ફેંસલો પણ ફરી એકવાર થશે. બધાએ પોતપોતાના પત્તા છાતી ઉપર લગાવ્યા હતા. જેમ કે અધ્યક્ષે સી એમ યેદી બહુમત મેળવી લે તેની પહેલા ૧૭ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી નંબર રમતમાં યેદીને ચેલેન્જ આપી દીધી કે આ લે….. હવે બતાવે બહુમત…..! ૧૭ ધારાસભ્યો તો ગયા જાણીલો. હવે બહુમત કેવી રીતે મળશે એ તો યેદી જ જાણે. પરંતુ દરેકે પોત પોતાની રમત રમી.હવે જનતાને પણ થોડુંક રમવા દો. આખરી ખેલ તો તેમનો જ હશે અને જનતા જ ફરીથી નક્કી કરશે કે બેંગલુરુમાં કોણ બેસે.
ગોવા અને કર્ણાટક વિધાનસભા ચૂંટણીઓ ના પરિણામોથી જનતા કે મતદાતાઓએ પણ શીખવું પડશે. તેમણે હંગ આદેશ આપ્યો. કોઈ એકને બહુમતી આપી નહીં. જે રીતે લોકસભા ચૂંટણીમાં જનતાએ ભાજપાને ૩૦૦થી વધુ બેઠકો આપી એ જ રીતે ગોવા અને કર્ણાટકમાં કોઈ એક પક્ષને બહુમતી મળી હોત તો કોઈને રાજકીય પક્ષ બદલવાની કે પોતાને વેચવાની જરૂર રહેત નહીં. એટલા માટે કર્ણાટકમાં નંબર ગેમને બદલે વરસાદની મોસમ પછી ફરીથી ચૂંટણીઓ થાય જેથી ત્યાંની જનતા આ બધા નાટકને જોતા કોઈ એકને એટલી બહુમતી આપે કે ફરીથી મોરચા વાળી સરકાર ના બને. કોઈનુ સમર્થન લેવું ના પડે અને નવી સરકાર પાંચ વર્ષનો પોતાનો કાર્યકાળ પૂરો કરી શકે. જનતા પણ એવું કરે કે જેમને પક્ષ બદલ્યો તેને સબક શીખવાડે જેથી ભવિષ્યમાં કોઈ પક્ષ બદલવાની કોશિશ ના કરે. કર્ણાટકના મતદાતાઓ થઈ જાઓ અને એક એવી બહુમતી આપો કે દરેક તમને સલામ કરે….. હંગ નહી પરંતુ ઢંગથી ફેસલો આપો……! તો ફરીથી તૈયાર થઈ જાવ મતદાનને માટે….!

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY