આજે ગણપતિ સ્થાપનઃ ફટકડીના ગણપતિનુ સ્થાપન કરીએ તો..? ખરીદેલ શ્રીજી વિસર્જિત કરેલ નવા રંગે તો નથીને…?

0
353

દેશભરમાં ગણપતિ નું મહત્વ સવિશેષ છે. તેમા પણ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ગણેશોત્સવ ભારે ધુમધામથી ઉજવવામાં આવે છે જેમાં જાહેરમાં ઉચાઈ ધરાવતા ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે. તો અનેક ઘરોમાં પાંચ દિવસ માટે કે સાત દિવસ માટે સ્થાપન કરવામાં આવે છે અને શ્રધ્ધાળુઓ ગણેશમય બની જાય છે. પરંતુ જે ગણપતિ બજારમાંથી ખરીદીને લાવવામાં આવે છે તે ગણપતિ આ વર્ષે જ બનાવેલા છે કે કેમ તેની કોઈ ખાતરી કરતું નથી. ગત વર્ષે વિસર્જન કરેલા ગણપતિને કેટલાક લોકો નદીમાંથી કે વિસર્જન કરેલ સ્થળેથી લાવીને પોતાની જગ્યામાં મૂકી રાખે છે. અને ગણેશ મહોત્સવ નજીક આવતા જ આ મુર્તિઓને મહિના પહેલા તેને ખડી માટીથી કે અન્ય પ્રકારના રંગરોગાન કરીને રાખવામાં આવે છે અને પછીથી તેને અલગ-અલગ રંગથી નવો ઓપ આપીને વેચાણમાં મુકવામાં આવે છે તેની જાણ સ્થાપિત કરનારને છે ખરી..? ભક્તો તો વિશ્વાસે મુર્તિ ખરીદીને લાવે છે ત્યારે એક નવો વિચાર છે કે જો ફટકડીના ગણપતિ બનાવીએ અને તેનું સ્થાપન કરી પૂજા કરીએ તો તેનું પરિણામ આમ માનવજાત માટે, અબોલ જીવો માટે અને ખેતી માટેનુ એક વધુ પુણ્યનુ કાર્ય બને છે. અને ગણપતિ વિસર્જન કરનારાઓ એક પુણ્યના ભાગીદાર બને છે.
આ લેખ કોઈનુ પણ દિલ દુભાવવા માટે નથી પરંતુ એક વધુ સારુ કાર્ય ભક્તોના-શ્રધ્ધાળુઓના હાથે થાય તેમજ લોકોનુ કલ્યાણ થાય તે માટેનુ છે.વળી જે કાર્ય સરકાર કે અર્ધ સરકારી સંસ્થાઓ ન કરી શકે તે પવિત્ર કાર્ય શ્રીજી ભક્તોજ કરી શકે છે…. પરંતુ ભક્તો ગણેશજી સામેજ પ્રતિજ્ઞા કરે અને મનથી નિશ્ચય કરે કે હવે પછી અમો ફટકડી સિવાય કોઈપણ ધાતુનો ઉપયોગ શ્રીજીની મૂર્તિ બનાવવા માટે નહીં કરીએ અને ફટકડી સિવાયના શ્રીજીની મુર્તિ સ્થાપન કરવા નહી ખરીદીયે તો પરિણામ ચોક્કસ છે અને ૧૦૦ ટકા છે તે નિશ્ચિત છે. વળી મુર્તિ બનાવતા કારીગરો પણ ફટકડીની ભાત ભાતની આકર્ષક-મન મોહક શ્રીજીની મુર્તિઓ બનાવશેજ. ફક્ત ભકતોનો નિશ્ચય જ સફળતા અપાવશે.
ફટકડી ની મૂર્તિ પાણીમાં ઓગળી જતા પાણી શુદ્ધ થાય છે અને એ પાણીનો ઉપયોગ લોકો પીવા માટે જ કરે છે જેના કારણે લોકોને અનેક રોગોમાંથી મુક્તિ મળશે ઉપરાંત દરેક જીવોને ચોખ્ખું પાણી મળશે. આવું પુન્ય કોણ કમાઈ શકે..? ફક્ત ગણપતિ ભક્તો જ. હવે મૂળ વાત કરીએ કે ગત વર્ષે અમે નજરે જોયું છે કે ગણપતિ વિસર્જન કરનાર નદી-તળાવવો કે જ્યા પાણી હોય ત્યા મુર્તિનું વિસર્જન કરે છે પરંતુ નહીવત પાણી હોય કે ઓછુ પાણી હોય તે તપાસતા નથી.તો અનેકો વાહનોમાં લાવીને મૂર્તિઓને ઉપરથી ઘા કરીને નીચે નાળા કે થોડું પાણી હોય તો તેમાં વિસર્જન કરે છે જે યોગ્ય નથી પરિણામે વિસર્જન પછીના દિવસોમાં જો તમે આવા વિસર્જન સ્થળ ઉપર જશો તો તમને જોવા મળશે કે મૂર્તિઓ ઉપર લોકો શૌચાલય કરતા હોય છે કે અન્ય જાનવરો પણ એ જ રીતે તેના ઉપર કરે છે. તો અનેક એવા લોકો છે કે વિસર્જીત કરેલ મુર્તિઓમાંથી સારી સારી મૂર્તિઓ કે જેમાં ઓછુ નુકશાન થયું હોય અને રિપેર થાય તેવી હોય તેને રાતોરાત પોતાના સ્થળ ઉપર લાવીને ઢાંકીને મૂકી દે છે અને તે પણ જથ્થાબંધ. પછીથી જ્યારે ફરીવાર ગણપતિ સ્થાપનનો સમય આવવાનો હોય તેના એક મહિના પહેલા લાવેલ મુર્તીઓનુ રીપેરીંગ કરીને રંગ રોગાન કરીને નવા રૂપે તેને વેચવા મુકે છે. જેની કોઈ પણ ભક્તોને ખબર હોતી નથી પરિણામે આપણે કેવી પૂજા કરીએ છીએ કોની પૂજા કરીએ છીએ તેનું વિસર્જન કેવું હોય તે સમજવું જરૂરી છે. જેથી પાપના ભાગીદાર ન બનીએ. અને પુણ્ય કમાવવા માટે માત્ર ને માત્ર ફટકડીના ગણપતિ બનાવીએ તેવો નિર્ધાર કરો તો સમગ્ર દેશનું ભલું થશે દેશમાં આવેલ નદીઓ, તળાવો એટલે કે જ્યા વિસર્જન કરો તે સ્થળોના પાણી શુદ્ધ અને પવિત્ર બનશે. સરકારને કે અર્ધ સરકારી સંસ્થાઓને વિસર્જન માટે ખાડા કરવા પડે છે તે કરવા નહી પડે અને આપણા – સરકારના કરોડો રૂપિયા બચશે. હવે આવું કરવા માટેનું નિર્ણય ભક્તોએ જ કરવાનો છે.ઓમ ગં ગણપતયે નમઃ………

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY