જાવેદ મિયાંદાદની નફ્ફટાઇઃ હાથમાં તલવાર રાખી ભારતીયોને મારવાની ધમકી આપી

0
341

ઇસ્લામાબાદ,તા.૧
ભારતે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કર્યા બાદ પાકિસ્તાનમા થયેલા એક વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદે ફરી નાટક કર્યુ હતુ.
મિયાંદાદે હાથમાં તલવાર લઈને ભારતને ધમકી આપી હતી. જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તે તલવાર સાથે કહી રહ્યો છે કે, જો હું બેટથી સિક્સ મારતો હોઉં તો આ તલવાર પણ મારી શકુ છું.
મિયાંદાદ એવુ કહેતો નજરે પડે છે કે, જો હું બેટથી સિક્સ મારી શકું તો આ તલવારથી મામસ પણ મારી શકું છું.
આ પહેલા પણ મિયાંદાદે ભારતને યુધ્ધની ધમકી આપતા કહ્યુ હતુ કે, પાકિસ્તાન પાસે જે પરમાણુ બોમ્બ છે તે દેખાડવા માટે નથી પણ ઉપયોગ માટે છે. અમને એક તકની જરૂર છે અને ભારતને દુનિયાના નકશા પરથી જ ખતમ કરી નાંખીશું. મોદી સાહેબને આ વાતની ખબર છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY